________________
અંગોનાં વર્ણનમાં કવિઓને સરળતા પડે એ માટે એક ચૌલપટ ને નાનોશો કંચુકીબંધ બાંધીને આડાં પડેલાં રાણી એકદમ ખડાં થઈ ગયાં ! એમની દેહ કંપતી હતી, છતાં મુખમુદ્રા પર ઘણો કાબૂ હતો.
| ‘દાસી ! મારો ઉત્તરાસંગ લાવ !' રાણીએ આજ્ઞા કરી. દાસી તરત જ મંજૂષા લઈ આવી. વાસંતિક વસ્ત્રોની એ મંજૂષા હતી.
મયૂરપિચ્છ રંગનો પારદર્શક ઉત્તરાસંગ ઓઢતાં રાણીની યૌવનશ્રી વિશેષ ખીલી ઊઠી. એક જવાન કવિથી ન રહેવાયું. એણે કહ્યું,
- “ચાંદ જેટલો નિરભ્ર આકાશમાં શોભે છે, તેનાથી વધુ બાદલની ઓટમાં સોહે
બીજા કવિને એમ લાગ્યું કે પોતે પાછળ રહી ગર્યા. એણે પણ કહી દીધું. ‘આમ્રવૃક્ષ આમેય અધિક શોભે છે, પણ ફલાગમે અતિ રૂપાળું લાગે છે!”
રાણીએ પાસેના અરીસામાં પોતાનું રૂપ નિહાળ્યું. રૂપ તો ભરપૂર હતું, રૂપસરિતા બે કાંઠે વહેતી હતી, પણ પતિ રાજસી સ્વભાવનો ને ખટપટોમાં રાચનારો હતો, ખોટો વહેમી હતો, વહેમમાં ને વહેમમાં અડધો થઈ ગયો હતો.
હમણાંની જ વાત છે : એક નમાલા જ્યોતિષીએ કહ્યું હતું કે તમને અંતરના ને નિકટના સ્વજનોથી ઘાત છે ! ત્યારથી બસ, અડધી અડધી રાતે એ સફાળો જાગી જતો. પત્નીનું પડખું છોડી દેતો ને પછી ન આનંદથી વિલાસ કરી શકતો કે ન આરામથી ઊંઘી શકતો ! કેવાં હતાં પોતાનાં રૂપ-યોવન ! પોતાની દેહના એક એક અંગ પર કવિઓ મરી જતા, પરિચિતો તો બેહોશી અનુભવતા, ત્યારે એ અવયવોનું કામણ એને જરાય નહોતું, બિલકુલ રાજ કારણી જીવ ! હૃદય જીતવા કરતાં ભૂમિ જીતવા પર એને વધુ ભાવ,
રાણીના દેહનો શૃંગારદીવડો એમ ને એમ ઝગતો, અને એમ ને એમ બુઝાઈ જતો ! રાણી ઘણી વાર અધૂરાશ અનુભવતી, યોવનનો ઉકળાટ પણ અનુભવતી. યૌવન ભરતીના તરંગો જેવું છે. એને ઉલ્લાસ ગમે છે. રૂપને ખુશામત રચે છે. અહીં તો બંને માટે બેદરકાર સ્વામી સાંપડ્યો હતો ! આવા ગમાર સાથે ક્યાંથી ગોઠડી બાંધી, એમ પણ એને ઘણી વાર લાગતું, છતાં એ કદી બીજા પુરુષમાં ચિત્ત ન પરોવતી !
એનો હુંકાર એનું રક્ષણ કરતો. હું કોણ ? ચક્રવર્તીની પુત્રી ! એને બીજો કોઈ શું સ્પર્શે ? આર્યાવર્તના કયા પુરુષમાં જીવયશાની જૂતી ઉપાડવાની પણ લાયકાત
મારા પિતાની જેમ તમારે ક્યાં આર્યાવર્તના ચક્રવર્તી થવું છે ? આટલી ધાંધલ શી ? આટલી ખટપટ શી ? સિંહાસન પર બેસો ત્યારે રાજ્ય સંભારો, અંતઃપુરમાં આવો ત્યારે રાણીને ! માનવીનું જોબન અને ડુંગર પર પડેલું પાણી પળવારમાં ચાલ્યાં જાય છે. જેટલો આસ્વાદ લીધો તેટલો આપણો !
‘કેમ એમ હાર્યાના ગાઉ ગણો છો ? શું તમારા પિતાના જેટલું પરાક્રમ મારું, નથી ?” પતિથી જવાબ આપ્યા વગર ન રહેવાતું.
‘હવે બેસો, દેડકો ગમે તેટલું પેટ પહોળું કરે, પણ બળદ ન બની શકે ! તમારો મહિમા કોનાથી છે ?” રાણી મોં પર ચોખ્ખચટ સંભળાવી દેતી. પાછળ કહેવાનું બાકી ન રાખતી.
‘મારો મહિમા મારાથી છે !' પતિ કહેતો.
‘જવા દો એ વાત. ચક્રવર્તી થનારા આવા ભીરુ હોતા હશે ! એક જ્યોતિષીએ ઘાતની વાત કરી, એમાં કેટલા લેવાઈ ગયા છો ! આંખમાં નિંદર જ ટકતી નથી. અને મારા પિતાને તો સો સો શત્રુનાં રણનગારાં માથે વાગતાં હોય તોય મીઠી ઊંઘ આવે ! એ તો કહે છે, કે શત્રુ તો સવારનો કૂકડો છે. શત્રુ મારા ઘણું જીવો ! એ આપણને જાગતા રાખનાર ચોકીદાર છે. યાદ રાખો, સ્વામીનાથ ! સૂરજ અને આગિયો બંને પ્રકાશે છે, પણ બંનેના પ્રકાશમાં ઘણો ફેર છે !'
સૂરજ અને આગિયાની ઉપમા વિશે ઘણો ઝઘડો થઈ શકે તેમ હતો. પણ રાજાને રાણીને ખીજવતાં ડર લાગતો. એ વખતે એની આંખોમાંથી હજાર તેજ કટારીઓ છૂટીને પ્રતિસ્પર્ધીને વીંધી નાખતી, એના કંપતા આરક્ત ઓષ્ઠ ભૂકંપનું ભાન કરાવતા, એનાં ઊછળતાં ઉન્નત વક્ષસ્થળમાં ભાલાની તીણાતા અનુભવાતી. છબીલી રાણીને ન છંછેડવામાં જ સાર હતો ! છંછેડીને ક્યાં રહેવું તે સવાલ હતો.
પતિ આ કારણે ચર્ચામાં આગળ ન વધતો, મૌનમાં જ મહાન અર્થ સમજતો.
આવી પરાક્રમી રાણી જીવ શાને આજે એવા સમાચાર મળ્યા કે એને પણ એકાએક ખડા થઈ જવું પડ્યું અને તે પણ પોતાને પ્રિય કવિસભામાંથી ! ખરા રંગમાં ભારે ભંગ પડ્યો !
‘દાસી ! શીઘગામી સુખપાલ લાવો.' રાણીએ કહ્યું .
રાણીના શબ્દનો પડઘો હોય તેમ અનુચરો વર્તતા. થોડીવારમાં ચંદનકાષ્ઠની બનેલી અને સોનાના ચાપડાથી મઢેલી, નાચતી પૂતળીઓવાળી સુખપાલ આવીને હાજર થઈ ! એને વહેનારા ભોઈ ગમે તેવા અશ્વ સાથે હોડ બકી શકતા.
સ્વયં ઇન્દ્રાણી હોય એ ઠસ્સાથી મહારાણી એમાં બેઠાં. સુખપાલને સભામાં હંકારી જવાની એમણે આજ્ઞા કરી.
મથુરાની મહારાણી 5
એ મૂંઝાતા વહેમી પતિને સમજાવવા રોજ ઘણી કોશિશ કરતી; કહેતી કે
4 1 પ્રેમાવતાર