________________
છે ! સાંભળ્યું છે કે એ વેણુ બડી ભારે બજાવે છે !'
યોદ્ધાઓ કંઈક નરમ બન્યા, એમને પણ આવી વેવલી સ્ત્રીઓમાંથી રસ ઓછો થયો; આસવમાંથી પણ જાણે કેફ ચાલ્યો ગયો હોય તેમ લાગ્યું.
વાહ રે કંસવિજેતા ! તારી વેણુમાં આટલી મીઠાશ છે, તો તારી કટારીમાં તો કેટલો સ્વાદ ભર્યો હશે ! ધુતારો નહીં તો ! અમારાં કાળજાં કાપનારી એ વેણુકટારી ' સ્ત્રીઓ બોલી.
દાનવો આ સાંભળી રહ્યા, “ઓહ ! સ્ત્રીઓનાં કાળજાં કાપનારો કુણ અને છતાં એ કેટલો વહાલો ! અજબ ગજબ !'
શું અજબ ? ગજબ છે એ કનૈયો, પકડો એને !' કાલયવનનો ભયંકર અવાજ આવ્યો.
સિપાઈઓ દોડ્યા કનૈયાને પકડવા. સ્ત્રીઓ દોડી કનૈયાને પકડવા !
પણ આશ્ચર્ય ! સિપાઈઓ બિચારા ભાન ભૂલીને કૃપણને બદલે સ્ત્રીઓને પકડીને ઊભા હતા, અને વેણુ તો હજી પણ દૂર દૂર બજતી હતી.
‘હજુર ! આ કનૈયો રહ્યો !' સ્ત્રીઓને પકડી યવન સૈનિકો રાજા કાલયવન સામે આવીને ઊભા !!
‘મૂર્ખ લોકો ! આ તે કનૈયો છે કે સ્ત્રીઓ છે ?' શું સ્ત્રીઓ છે ?' સિપાઈઓ બિચારા ભોંઠા પડી ગયા..
સ્ત્રીઓ તો હજી પણ શાંત ઊભી હતી, એ બોલી રહી હતી, ‘યાદ કરો ને કંસવિજેતા કૃષ્ણને ! યાદ કરો વૃંદાવનમાં વેણુ વગાડતા કનૈયાને, એના વેણુનાદથી તો તમે દુઃખમાત્ર ભૂલી જશો. વ્યર્થ લાગશે બધી રાજ સંપત્તિ ! વ્યર્થ લાગશે કૂતરાંબિલાડાં જેવાં આ વેર-વિરોધ ! પ્રેમ, પ્રેમ ને પ્રેમ !'
ખબરદાર, કોઈ યવન સૈનિક આ દેશની સ્ત્રીઓને સ્પર્યો છે તો ! પકડો કનૈયાને ! ઓ જમનાને કાંઠે બેઠો બંસી બજાવે.’
ફરી આજ્ઞા છૂટી. વેણુનો નાદ હજી આવી રહ્યો હતો. ભયભીત સૈનિકો એ દિશામાં દોડ્યા. થોડી વારમાં બાથમાં કશુંક લઈને આવ્યા.
‘હજૂર ! આ રહ્યો કલમૂહો કનૈયો !' સૈનિકો બોલ્યા. | ‘નાલાયકો ! આ તો મથુરાના કનૈયાના પાળેલા લાલમુંહ વાનર છે ! વારુ, હવે હું જાતે એનો પીછો લઈશ અને એને આખો ને આખો રાંધી ખાઈશ! જય મહાગુરુ ગર્ગ !' ને કાલયવને કૃષ્ણનો પીછો પકડવા કદમ ઉઠાવ્યા.
180 D પ્રેમાવતાર
કનૈયાના મુગટનો મોરપીંછ દેખાતો હતો પણ કનૈયો દેખાતો ન હતો.
કાલયવને જમનાના કાંઠે દોડવા માંડ્યું. બંસીના સૂર પણ દૂર દૂર ભાગવા માંડ્યા. કનૈયાનો મોરપીંછ મુગટ પણ દૂર દૂર દોડતો દેખાવા લાગ્યો.
કાલયવને બરાબર પીછો કર્યો. એની દોડ પાસે તો ભલભલા વાઘ-ચિત્તા પણ પાછળ પડી જાય.
આ પકડ્યો ! આ પકડ્યો ! ને કાલયવન જેવો એ મુગટધારી વ્યક્તિને બાથમાં પકડવા જાય કે નીચેથી મથુરાનો એક લાલમૂહ વાનર નીકળી આવે !
કાલયવન ખીજ માં વાનરને માંકડની જેમ મસળી નાખે, ત્યાં ફરી પાછા બંસીના સૂર આવે. કાલયવન ત્યાં જુએ તો વળી પાછો મોરમુકુટધારી કનૈયો દેખાયો.
કાલયવન જેવો છલાંગ મારીને એને પકડે અને જુએ તો કનૈયો ન મળે; ફક્ત મુગુટ પહેરેલો ગોપ મળે !
કાલ થંભી ગયો. નિરાશા કે નિષ્ફળતા એણે જીવનમાં જાણી નહોતી. એણે વિચાર્યું કે કનૈયાના નામે મને કોઈ મૂર્ખ બનાવી રહ્યું છે ! મારે મૂર્ખ બનવું ન ઘટે ! પહાડથી પાછા ન હઠનારે તણખલાથી તોબા પોકારવી ન પડે, એ જોવું જોઈએ. માંકડાં મદારીને રમાડી ન જાય, તેની તકેદારી રાખવી ઘટે .
એ પાછો વળવાની તૈયારી કરતો હતો, ત્યાં ફરી બંસીના સૂર સંભળાયા, ફરી કનૈયો દેખાયો !
કનૈયો ?' કાલ ગર્યો ને એણે છલાંગ મારી.
એ છલાંગ ભયંકર હતી. એ ગર્જના હાડ થિજાવી નાખે એવી હતી. પાસે ફરતો ચિત્તો બીકથી બોડમાં મોં ઘાલી ગયો.
“એક છલાંગ પકડ્યો સમજો ! બસ, એ જ લુચ્ચો કીયો !' કાળયવને હાથથી એને બાથમાં લીધો, પણ અરે આ શું ?
કનૈયો આખો જાણે માખણ ! માખણ ! હાથમાંથી સરી ગયો અને સીધો મથુરાના માર્ગ પર દોડવા લાગ્યો !
આગળ કનૈયો ! પાછળ કાલ ! સૂરજ આથમણા આભમાં ઊતરવા લાગ્યો, તોપણ બંનેની દોટ ચાલુ જ હતી!
“આ પકડ્યો ! ઓ પકડ્યો !' ને કાલ નજીક જઈ પહોંચ્યો. પણ કનૈયો તો એના બે પગ વચ્ચેથી સરકીને ગીચ ઝાડીમાં ઊતરી ગયો !
કાલ ઝાડીમાં ઘૂસ્યો; હવે એ ખરેખર કાલ જેવો વિકરાળ બની ગયો હતો; કણને હાડકાં સાથે ખાઈ જવાના નિરધારમાં હતો.
કાંટે કાંટો કાઢવો L 181