________________
આમુખ
‘શ્રી કેવળી પ્રભુનો સાથ' ના પાંચ ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. પ્રત્યેક ભાગનાં અંતમાં બે પરિશિષ્ટો મૂક્યાં છે. તેમાં પહેલાં પરિશિષ્ટમાં વાચકની સુવિધા માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ' મૂકયો છે, તેમાં કઠિન જણાતા શબ્દોના અર્થ જણાવેલ છે. અને બીજાં પરિશિષ્ટમાં ‘આરાધક માટે વિષયવાર સૂચિ' ગ્રંથનાં પાના નંબર સાથે મૂકેલી છે. આ પાંચે ભાગનાં બંને પરિશિષ્ટોનું સંકલન કરી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેથી આખા ગ્રંથની સૂચિની જાણકારી વાચકને એક જ જગ્યાએથી મળી રહે.
આ પુસ્તકમાં પાંચે ભાગનાં પહેલાં પરિશિષ્ટને એકત્રિત કરી ‘પારિભાષિક શબ્દકોષ' શીર્ષક નીચે કક્કાવારી પ્રમાણે ગોઠવેલ છે, એ જ રીતે પાંચે ભાગનાં બીજા પરિશિષ્ટોને એકત્રિત કરી, ગ્રંથનાં પાના નંબર સાથે કક્કાવારી પ્રમાણે ગોઠવી ‘આરાધક માટે વિષયસૂચિ' તૈયાર કરી છે. આ પુસ્તકનો આધાર લેવાથી ક્યા ભાગમાં ક્યા વિષય વિશેનું લખાણ છે તે વાચકને શોધવું ઘણું આસાન થઈ જશે.
આ પુસ્તકને વાપરવાની સુવિધા રહે તે માટેનાં કેટલાંક સૂચનો તૈયાર કર્યાં છે, તે આ પછીનાં પાનામાં મૂકેલ છે. સંભવ છે કે કેટલાક વાચકોને કક્કા બારાક્ષરીનો ક્રમ યાદ ન હોય, તો તેમની સુવિધા માટે એક પાના પર આ ક્રમ પણ લખ્યો છે. આશા છે કે સુજ્ઞ વાચકોને આ પ્રયત્ન ઉપયોગી તથા લાભકારી જણાશે.
vii