________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
જ્ઞાન, પરોક્ષ – જે જ્ઞાન જીવ તેની ઇન્દ્રિય
અને મનની સહાયથી મેળવે છે તે પરોક્ષ
જ્ઞાન છે. જ્ઞાન, પ્રત્યક્ષ – જે જ્ઞાન મેળવવામાં જીવ ઈન્દ્રિય
કે મનનો અંશમાત્ર ઉપયોગ નથી કરતો તે પ્રત્યક્ષ જ્ઞાન છે. જ્ઞાતાદ્રષ્ટા - (અ) માત્ર જાણનાર તથા જોનાર, જે જણાય કે
જોવાય તેનો આત્મા પર પ્રત્યાઘાત પડવા
ન દે તે જ્ઞાતાદૃષ્ટા. (ભાગ – ૪) (બ) અવિકલ્પભાવે જાણનાર તથા જોનાર.
જાણ્યા જોયા પછી જીવમાં તેનાં પ્રત્યાઘાત ન પડે, આત્મપ્રદેશોની અકંપ સ્થિતિ અખંડ રહે, રાગદ્વેષથી પર રહે તે જ્ઞાતાદૃષ્ટા કહેવાય. શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટાપણું તેરમાં ગુણસ્થાને હોય છે, અને તેની
શરૂઆત સાતમા ગુણસ્થાનથી થાય છે.
(ભાગ - ૨) જ્ઞાનમાર્ગ – જ્ઞાન અર્થાત જાણકારીને પ્રાધાન્ય
આપી, તેની મુખ્યતાએ આત્મા અન્ય ગુણો પ્રગટાવતો જાય તે. જ્ઞાનસ્વરૂપ - જે જ્ઞાનમય છે તે. જ્ઞાનાવરણ કર્મ - કોઈ પણ પદાર્થની
જ્યારે વિશેષ જાણકારી જીવને થાય છે ત્યારે તે જ્ઞાન કહેવાય છે. આત્માનાં અનંત જ્ઞાન પર કર્મ પુદ્ગલો આવરણ કરી જ્ઞાનને મંદ કરતા જાય તે કર્મ પુદ્ગલો જ્ઞાનાવરણ કર્મ તરીકે ઓળખાય છે. અર્થાતુ તે કર્મ આત્માના જ્ઞાનને પ્રગટ રહેવા દેતું નથી. જોય - જે તત્ત્વ જાણવા યોગ્ય છે તે. ઉદા. નવ તત્ત્વ.
૭૨