________________
શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ
મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ પાપસ્થાનક છે.
માનગુણ – માનગુણની સહાયથી જીવને શ્રુતિ,
શ્રદ્ધા, અને શ્રમથી ઉપજતા મહાઆશ્રવ તથા મહાસંવર માર્ગની પ્રાપ્તિનું સ્વાભિમાન હોય છે એટલું જ નહિ પણ એનાથી ઉપજતી ઉચ્ચ પરમાર્થ દશાનું પણ સ્વાભિમાન વર્તે છે. આ સ્વાભિમાનને જાળવવા જીવ પોતાના પૂર્વકૃત દોષો સામે અડગ અને અડોલ રહેવા પુરુષાર્થી થાય છે. સંસારી માનને બદલે જીવ પરમાર્થિક
માન પ્રતિ વળે તે માનગુણ. માયા (કષાય) - માયા એટલે રાગભાવ અથવા
છળ કપટ. જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનુ જણાવી ધાર્યું કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું અવલંબન લઈ વર્તે છે તે માયા
કષાય છે. માયા, અનંતાનુબંધી - શ્રી સર્વજ્ઞ આદિને બદલે સંસારના લાભાર્થે અન્યને ઉચ્ચ બતાવવાની
વૃત્તિ તે અનંતાનુબંધી માયા. માયાગુણ - માયાગુણથી જીવ કોઈ અપેક્ષાએ માયા કરી ભાવિના સુખની તીવ્ર ઇચ્છા એક તરફથી કરે છે, અને બીજી તરફ વર્તમાનમાં વેદાતાં દુ:ખનો બળવાન નકાર કરે છે. સંસારી રાગને પરમાર્થ રાગમાં ફેરવવો તે માયા ગુણ. માયામૃષાવાદ - કપટ સહિત મોહથી જૂઠું બોલવું. માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી
મૃષા બોલવું કે આચરવું તે માયામૃષાવાદ. માયામૃષાવાદ પાપસ્થાનક – માયામૃષાવાદ એટલે કપટ સહિત મોહથી જૂઠું બોલવું. જે હેતુથી માયાના રાગ તથા કપટ એ બંને અર્થને સમાવી
મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે
સમજી ન શકે, આત્મા સંબંધી વિપરીત માન્યતામાં પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં પણ ન અચકાય તે મિથ્યાત્વ
કહેવાય છે. મિથ્યાત્વ મોહનીય - મોહનીય, મિથ્યાત્વ જુઓ. મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક - સંસારનાં
પરિભ્રમણથી પૂર્ણતાએ છોડાવનાર જે વીતરાગદર્શન છે તેનાં પ્રત્યેની અરુચિ, અભાવ, તેમાં શંકાદિની વિપરીત પ્રરૂપણા વગેરે મિથ્યાદર્શનમાં સમાય છે. જે દર્શન અર્થાતુ જાણકારી આત્મા માટે અહિતકારી હોવા છતાં હિતકારી જણાય અને હિતકારી હોવા છતાં અહિતકારી લાગે તે મિથ્યાદર્શન છે. શલ્ય એટલે કાંટો. મિથ્યાદર્શનરૂપી કાંટો જ્યારે આત્માને વાગે છે ત્યારે તેનાં અનેકવિધ સંસારી કષ્ટો વધી જાય છે, અને આત્માર્થે ભોગવવાં પડતાં કષ્ટોનો તો પાર જ નથી હોતો. મિશ્ર મોહનીય - મોહનીય, મિશ્ર જુઓ. મુનિ - જે મન, વચન, કાયાના યોગને આજ્ઞાધીન
બનાવી મૌન થાય તે મુનિ. તેમને સ્વચ્છંદનો યોગથી ત્યાગ હોય છે. મુમુક્ષુ - સંસારથી છૂટવાની અભિલાષા
અથવા મોક્ષ મેળવવાની ઇચ્છા ધરાવે છે તેવા જીવ. મૃદુતા - કોમળતા.
પO