________________
તેમની ઇચ્છાએ પ્રવર્તવા પ્રયત્ન કરે છે. (ભાગ - ૩)
(બ) આ માર્ગમાં સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સત્શાસ્ત્રો માટે સાધકને અહોભાવ, પ્રેમભાવ, વિનયભાવ, શ્રદ્ધાભાવ, અર્પણભાવ તથા આજ્ઞાભાવ સતત વધતી માત્રામાં વેદાય છે. આ માર્ગ અસંશી તથા સંજ્ઞીપણામાં પહેલા ગુણસ્થાનથી શરૂ કરી પાંચમા ગુણસ્થાનના મધ્યભાગ સુધી મુખ્યતાએ વર્તે છે. (ભાગ - ૪)
ભવ - ભવ એટલે જન્મ. સમ્યક્ત્વ મેળવ્યા પછી, આત્મવિકાસનો પુરુષાર્થ માત્ર મનુષ્ય ગતિમાં જ થતો હોવાથી, જેટલા મનુષ્યના જન્મ મોક્ષપ્રાપ્તિ સુધી જીવે ધારણ કર્યા હોય તેટલા ભવમાં તે જીવ મુક્ત થયો ગણાય છે.
ભવીપણું
કોઇ ને કોઇ કાળે મોક્ષની સિદ્ધિ મેળવવાનું અભયવચન ને ભવીપણું કહેવાય છે.
ભવ્ય, બહુકાલીન - દૂરભવી.
ભય નોકષાય - નિમિત્ત કે અનિમિત્ત ડર વેદવો તે ભય નોકષાય છે. ભય સાત પ્રકારના છે - કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ. ભરતક્ષેત્ર - લોકમાં પાંચ ભરતક્ષેત્ર છે, જ્યાં મનુષ્યો તથા તિર્યંચો વસે છે. એમાં કાળચક્ર ઐરાવત જેવું જ હોય છે. પણ અહીં દુ:ખની માત્રા ઐરાવત કરતાં ઓછી હોય છે. આપણે રહીએ છીએ તે પાંચમાંનું એક ભરતક્ષેત્ર છે.
૪૭
પરિશિષ્ટ ૧
ભાવ, અશુદ્ધ - જીવનાં સર્વ પ્રકારના વિભાવભાવ અશુધ્ધ ભાવ છે, કેમકે તેના લીધે જીવને નવાં કર્મબંધનો થતાં રહે છે.
ભાવ, શુદ્ધ - જીવના એવા પ્રકારના ભાવ કે જેનાં ફળરૂપે નવાં કર્મો વધતાં નથી; જીવની શુદ્ધિ વધતી જાય છે.
ભાવસત્ય - અંતરાત્માની સચ્ચાઈ, આત્માના કલ્યાણકારી ભાવ.
ભાવના (બાર) અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, બોધદુર્લભ અને ધર્મદુર્લભ. એ બાર ભાવના પ્રભુએ વૈરાગ્યનો બોધ થવા માટે જણાવી છે.
-
ભાવિનયગમ નય – ભવિષ્યમાં શું થવાનું છે તેની
નય અર્થાત્ અપેક્ષાથી જાણકારી મેળવવી. ભાષા સમિતિ - મુનિને વાચા વર્ગણાના ઉદયને કારણે જો બોલવાનો પ્રસંગ આવે, અન્યને બોધ આપવાનો ઉદય આવે તો મીઠી, વિકથા રહિત, સત્ય અને કલ્યાણમયી ભાષા વાપરે. કર્કશ, કઠોર, માર્મિક ભાષા ન વાપરવાનો ઉપયોગ રાખે તે ભાષા સમિતિ.
ભેદવિજ્ઞાન - વિજ્ઞાન એટલે વિશેષ જાણકારી. અને ભેદ એટલે દેહ તથા આત્માનું છૂટાપણું. ભેદવિજ્ઞાન એટલે આત્માને દેહથી છૂટો પાડવો, બંને વચ્ચેની ભિન્નતા અનુભવવી. ભેદશાન દેહ અને આત્માનું ભિન્નપણું અનુભવવું.
ભોક્તાપણું - ભોગવવાની પાત્રતા. જીવ કર્મ પણ ભોગવે છે, સ્વભાવ પણ ભોગવી શકે છે.