________________
બાહ્યતપ - શરીરથી કરવામાં આવતું તપ બાહ્યતપ છે.
બાહ્યભાવ – સંસાર ભજવાના ભાવ.
બીજું ગુણસ્થાન, સાસ્વાદન - જીવ જ્યારે પોતાના ગુણો ખીલવતા ખીલવતા આગળ વધે છે ત્યારે તે પહેલા ગુણસ્થાનેથી કુદકો મારી સીધો ત્રીજા ગુણસ્થાને આવે છે, ચડતી વખતે તે બીજા ગુણસ્થાનને સ્પર્શતો નથી. ત્રીજા ગુણસ્થાનેથી આગળ વધી જીવ ચોથા, છઠ્ઠા કે અગ્યારમા ગુણસ્થાન સુધી પહોંચે છે, અને જે સ્થાને જે ન ઘટે તેવો દોષ કરે છે ત્યારે તે ત્યાંથી નીચે ઊતરી જાય છે; અને કેટલીક વખત તો છેક નીચેના ગુણસ્થાન, પહેલા ગુણસ્થાન સુધી આવી જાય છે. આવી પડવાઈ વખતે જીવ જ્યારે ચોથું ગુણસ્થાન છોડે છે ત્યારે તેને જો અનંતાનુબંધી કર્મનો ઉદય આવે છે તો તે જીવ ચોથાથી ત્રીજા ગુણસ્થાને થઈ બીજા ગુણસ્થાનનો સ્પર્શ કરે છે. અહીં બીજા ગુણસ્થાને એક સમયથી છ આવલિકા જેટલા સમય માટે ટકે છે, અને તે કાળમાં આત્માનુભૂતિનો અંતિમ આસ્વાદ લે છે; તે વખતે તે ફરીથી મૂળભૂત આત્મશાંતિનો અનુભવ પામે છે, જે ત્રીજા ગુણસ્થાને હોતો નથી. બીજા ગુણસ્થાને આત્માને છેલ્લો છેલ્લો પોતાના ગુણોનો આસ્વાદ મળતો હોવાથી, તે ગુણસ્થાન સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. (ભાગ - ૧)
બુદ્ધ – બોધ પામેલ, સમજણની પૂર્ણતા મેળવનાર. બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ
૪૫
પરિશિષ્ટ ૧
હોય છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. બોધદુર્લભભાવના – સંસારમાં ભમતા આત્માને મનુષ્યત્વ, સન્ધર્મનું શ્રવણ, તેની શ્રદ્ધા અને પુરુષાર્થ મળવાં ઉત્તરોત્તર દુર્લભ છે એમ વિચારવું તે બોધદુર્લભભાવના. બોધ૨સ (વીતરાગનો)
(અ) બોધરૂપી અમૃત - વીતરાગની વાણી. (બ) શ્રી પ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાંથી
જીવને જે બોધ પ્રાપ્ત થાય છે તે બોધરસ કહેવાય છે કેમકે ઉત્તમ બોધ પ્રવાહીરૂપ હોય છે.
બોધસ્વરૂપ –
(અ) જ્યારે આત્માનાં જ્ઞાનદર્શનને બાધા કરનાર એક પણ પરમાણુનો સ્પર્શ શુદ્ધાત્માને રહેતો નથી ત્યારે આત્મા બોધસ્વરૂપની પૂર્ણતાએ પહોંચે છે.
(બ) યથાર્થ બોધની પ્રાપ્તિનો આરંભ. આ દશા શુક્લધ્યાનની વીસ મિનિટે પહોંચ્યા પછી શરૂ થાય છે.
-
બોલ જીવ આયુષ્ય કર્મ સાથે આગલા ભવમાંથી છ બોલ સાથે લઈને આવે છે. ૧. ગતિ ચાર ગતિમાંથી કઈ ગતિમાં જીવ જશે, ૨. જાતિ - એકેંદ્રિયથી પંચેન્દ્રિય સુધીની પાંચ જાતિમાંથી કઈ જાતિમાં ઉત્પન્ન થશે, ૩. સ્થિતિ - આયુષ્યનો કાળ કેટલો હશે, ૪. અનુભાગ - કર્મ તીવ્રપણે કે મંદપણે કેવા ૨સે ઉદયમાં આવશે, ૫. પ્રદેશ - આગામી ભવમાં ક્યા ક્યા કર્મો