________________
પરિશિષ્ટ ૧
પરિગ્રહ – પરપદાર્થોને ગ્રહણ કરવા તે પરિગ્રહ.
પરિગ્રહ બે પ્રકારે છે - બાહ્ય અને અત્યંતર. બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે - ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અને વાસણ. અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારે છે - મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. પરિગ્રહબુદ્ધિ - સંસારના પદાર્થોનો ભોગવટો
કરવામાં મમત્વ કરવું અથવા તો કોઈપણ પદાર્થનો ગમો કરી, તે મેળવવાની કે
ભોગવવાની વૃત્તિ તે પરિગ્રહબુદ્ધિ. પરિગ્રહ પાપસ્થાનક - જીવની આસક્તિ જ્યારે સંસારમાં સ્થૂળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે તે જીવ સંસારમાં શાતા આપનારા પદાર્થો એકઠા કરવા, તેને ભોગવવા અને આ ક્રિયાઓમાં સતત પરોવાયેલા રહી, તેમાં જ
જીવનની સફળતા અનુભવવી, આવી વૃત્તિની લાલચમાં સપડાય છે. સંસારના પદાર્થોનું ગ્રહણ કરી, તેનો ભોગવટો કરવામાં મમત્વ કરવું એ જીવની પરિઝહબુદ્ધિનું પરિણામ છે. આવી બુદ્ધિમાં રાચવું તે પરિગ્રહ પાપસ્થાનક છે. પરિણામ (મનના) - મનમાં ઉપજતા ભાવ,
મનોસ્થિતિ. પરિણામ, અંતરંગ – મનનાં ઊંડાણમાં નિપજતા
ભાવો. બાહ્યભાવોથી પરભાવ – જુદા ભાવ. પરિનિર્વાણમાર્ગ – આ માર્ગમાં જીવ પોતાનાં તેજસ તથા કાર્મણ શરીરનો પૂર્ણતાએ ક્ષય કરવાનો પુરુષાર્થ કરે છે અને તે આત્મામાંથી પરમાત્મા બની, સિદ્ધભૂમિમાં સિદ્ધાત્મારૂપે અક્ષય
સ્થિતિને પ્રાપ્ત કરે છે. પરિનિર્વાણમાર્ગના બે ભાગ છે - સયોગી પરિનિર્વાણ માર્ગ અને
અયોગી પરિનિર્વાણ માર્ગ. પરિભ્રમણ – સંસારની ચારે ગતિઓમાં કર્માનુસાર
જન્મ મરણ કરતાં કરતાં રખડવું. પરિષહ – કર્મ ખપાવવા તથા માર્ગથી શ્રુત ન થવા માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. ઉદા. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ વગેરે. પલ્યોપલ્યોપમ - એક જોજન વ્યાસવાળો અને
એક જોજન ઊંડો ખાડો ખોદવામાં આવે, અને તે ખાડો તાજા જન્મેલાં ઘેટાંના બચ્ચાનાં સૂક્ષ્મવાળથી ખીચોખીચ ભરવામાં આવે, તે પછી પ્રત્યેક સો વરસે એક વાળ કાઢતા રહેવાથી એ ખાડો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે તેમાં જે સમય જાય તેને પલ્યોપમ કાળ કહે છે. પર્વવ્રતી પ્રતિમાધારી - શ્રાવક પૌષધ આદિ વ્રત
ગ્રહી એક, બે કે અમુક દિવસ માટે મુનિધર્મ પાળે તે. પવિત્રતા - પવિત્રતા એટલે શુદ્ધપણું. કોઈ પણ
પદાર્થ બીજા પદાર્થ સાથેની ભેળસેળ પામ્યા વગરનો હોય તો તે શુદ્ધ અથવા પવિત્ર ગણાય છે. આત્માના પ્રદેશો પર જેટલાં કર્મનાં પરમાણુઓનો જમાવ ઓછો તેટલા પ્રમાણમાં તેની પવિત્રતા વધારે ગણાય. પશ્ચાત્તાપ – જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે
બાબતનું દુ:ખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ.
૩૯