________________
તીર્થંકર ભગવાન – તીર્થંકર એટલે તીર્થનાં કરનાર.
સહુનાં કલ્યાણ અર્થે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવે છે તે તીર્થંકર ભગવાન કહેવાય છે. તેઓ ૐૐ ધ્વનિથી દેશના આપે છે, અને ૩૪ અતિશય સહિત બિરાજમાન હોય છે.
તીક્ષ્ણતા - સૂક્ષ્મતા, તીવ્રતા.
તૃષ્ણા - પદાર્થોનો ગમો તે સ્નેહ અને તેને મેળવવાની કે ભોગવવાની લાલસા તે તૃષ્ણા. તેઈદ્રિય - સ્પર્શ, રસ અને ઘ્રાણ એ ત્રણ ઇન્દ્રિય મેળવનાર જીવ તેઇન્દ્રિય તરીકે ઓળખાય છે. તેઉકાય – અગ્નિ જે જીવોનું શરીર છે તે તેઉકાય જીવ. તે એકેંદ્રિય છે.
તેજસ શ૨ી૨ - શરીરમાં ગરમીને ઉત્પન્ન કરવાનું કાર્ય, લોહીનું પરિભ્રમણ કરાવવાનું કાર્ય, આહારને પચાવવાનું કાર્ય તેજસ શરીર કરે છે. પરભવમાં જતાં આ શરીર દ્વારા પુદ્ગલોનો આહાર કરી, તેનાથી ચેતન નવું શરીર બાંધે છે.
તેજો લેશ્યા - આ લેશ્યામાં આત્માનાં પરિણામ ઊગતા સૂર્ય જેવા હોય છે. આ લેશ્યા વાળો જીવ સમદષ્ટિ, દ્વેષરહિત, દયાળુ, ઉદારચિત્ત વાળો હોય છે. આ લેશ્યા શુભ છે. પણ તેનો દુરુપયોગ કરવામાં આવે તો અન્યને બાળી શકે છે.
તેરમું સયોગી કેવળી ગુણસ્થાન - મન, વચન
અને કાયાના યોગવાળા તે સયોગી. કેવળજ્ઞાન લીધા પછી જેમને યોગ પ્રવર્તે છે તે સયોગી કેવળી. એ દશા તે સયોગી કેવળી ગુણસ્થાન.
૨૯
પરિશિષ્ટ ૧
ત્યાગ - આત્માના અનુભવને અવરોધ કરનાર પદાર્થને છોડતા જવા તે ત્યાગ.
ત્યાગ (ઉત્તમ) - પોતાના આત્માથી ભિન્ન સર્વ પરપદાર્થોને ‘આ પર છે' એમ જાણીને તેના તરફનો મમત્વભાવ તોડવો એ ત્યાગધર્મ છે. અને આત્માના આશ્રયે રાગદ્વેષાદિ વિકારોનો ત્યાગ કરવો એ ઉત્તમ ત્યાગધર્મ છે.
ત્રસકાય – જે જીવ પોતાનાં શરીરને હલાવી ચલાવી શકે તે ત્રસકાય જીવ કહેવાય છે. બેથી પાંચ ઇન્દ્રિયવાળા જીવો ત્રસકાય છે. એકેંદ્રિય સ્થાવરકાય છે.
ત્રસનાડી - લોકનો મધ્યનો ઊભો પટ્ટો ત્રસ નાડી કહેવાય છે, કેમકે સમસ્ત ત્રસકાય જીવો, આ ત્રસ નાડીમાં વસે છે. ત્રસ નાડીની બહારના લોકના ભાગમાં માત્ર સૂક્ષ્મ એકેંદ્રિય જ વસે છે.
ત્રીજું ગુણસ્થાન, મિશ્ર -
(અ) પહેલા ગુણસ્થાનેથી વિકાસ કરી જીવ
જ્યારે આગળ વધે છે ત્યારે તે બીજા ગુણસ્થાનને સ્પર્ધા વિના જ સીધો ત્રીજા ગુણસ્થાને પહોંચે છે. આ ગુણસ્થાને તેની સ્થિતિ ખૂબ ડામાડોળ હોય છે. પહેલા ગુણસ્થાને જીવને આત્માનાં અસ્તિત્વ આદિનો સ્પષ્ટ નકાર વર્તતો હોય છે, તેનો અહીં અભાવ કે મંદતા થાય છે. અને તેને સ્થાને કદાચ આત્માનું અસ્તિત્વ હોઈ શકે એવો ભાવ ઊંડે ઊંડે જાગવા લાગે છે, તેમ છતાં તેનામાં આત્માનાં અસ્તિત્વનો સ્પષ્ટ હકાર પણ આવતો