________________
પરિશિષ્ટ ૧
ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં,
શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ગોત્રકર્મ, ઉચ્ચ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે ઉચ્ચ ગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે.
ગ્રંથિભેદ – (અ) આત્મપ્રદેશો પર ઘાતી કર્મોનો જમાવ
ઘટ્ટ હોવાથી ગ્રંથિ જેવું કામ કરે છે. આ સર્વ ઘાતી કર્મો તથા સર્વ અશુભ અઘાતી કર્મ ચક પ્રદેશના બાજુના આઠ પ્રદેશ પરથી નીકળી જાય અને તે કેવળ પ્રભુના આત્મપ્રદેશ જેવા શુદ્ધ, માત્ર શુભ અઘાતિકર્મ વાળાજ રહે ત્યારે તે કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિને લીધે જીવે પ્રથમ ગ્રંથિભેદ કર્યો એમ કહેવાય, કેમકે તે પછી જ જીવમાં પુરુષાર્થ કરવાની સ્વતંત્ર શક્તિ આવે છે. તે પછી ક્ષાયિક સમકિત લેતી વખતે અને કેવળજ્ઞાન લેતાં
જીવ વિશેષ ગ્રંથિભેદ કરે છે. (ભાગ-૪) (બ) ગ્રંથિ એટલે મિથ્યાત્વની ગાંઠ અથવા
રાગદ્વેષની નિબિડ ગાંઠ. ગ્રંથિભેદ એટલે જડ અને ચેતનનો ભેદ કરી મિથ્યાત્વની ગાંઠને તોડતા જવી, તેને અમુક માત્રાએ ગ્રંથિભેદ થયો કહેવાય છે. (ભાગ-૧)
કેવળીગમ્ય પ્રદેશની પ્રાપ્તિ વખતે જીવનો
પ્રથમ મુખ્ય ગ્રંથિભેદ થાય છે. ઘાતી અંતરાય - અંતરાય, ઘાતી જુઓ. ઘાતકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. ઘાતી કર્મ ચાર છે - જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. ચતુરંગીય - શ્રી ઉત્તરાધ્યયન સુત્રમાં
મહાવીરપ્રભુનો છેલ્લો ઉપદેશ ગ્રંથસ્થ થયો છે. એમાં ચતુરંગીય નામના અધ્યયનમાં સદૈવ, સદ્ગુરુ અને સધર્મને પ્રાપ્ત કરવા માટે ચાર લક્ષણો ઉત્તરોત્તર દુર્લભ બતાવ્યાં છે - માનવતા (મનુષ્યત્વ), શ્રુતિ (સધર્મનું
શ્રવણ), શ્રદ્ધા અને શ્રમ (પુરુષાર્થ). ચતુર્વિધ સંઘ - શ્રી અરિહંત ભગવાન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ
કહેવાય છે. ચતુર્વિશતિસ્તવ – ચોવીશ ભગવાનની સ્તુતિ,
લોગસ્સનો પાઠ. ચતુષ્ટયપણું, અનંત - અનંતજ્ઞાન, અનંતદર્શન,
અનંતચારિત્ર અને અનંતવીર્યનો સમૂહ. ચરમ શરીર - છેલ્લું શરીર. જે શરીર પછી આત્મા
નવું શરીર ધારણ કરતો નથી, જેમાં જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરે અને સિદ્ધભૂમિમાં
જાય છે. ચરમાવર્ત - જીવનું છેલ્લું આવર્તન ચરમાવર્ત કહેવાય છે. જીવ એકેંદ્રિયથી સંજ્ઞીપંચેન્દ્રિય થઈ, આત્મવિકાસ સાધી કેવળજ્ઞાન મેળવી