________________
શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ - સંદર્ભસૂચિ
સમાન-અર્થી શબ્દો એક જ જગ્યાએ લીધા છે અને બીજા શબ્દ પર તેનો ‘ક્રોસ ઑફરન્સ' (અન્યોન્ય સંબંધો મૂક્યો છે. દા.ત. અરિહંત ભગવાન અને તીર્થકર ભગવાન સમાન અર્થી શબ્દો છે. એટલે સૂચિ તીર્થકર ભગવાન હેઠળ મૂકી છે અને જો અરિહંત ભગવાન તરીકે વાચક શોધે તો સૂચિમાં આવો ઉલ્લેખ હોય –
અરિહંત ભગવાન – તીર્થકર ભગવાન જુઓ. એટલે કે વાચકે અરિહંત ભગવાનને લગતી રીસર્ચ (અભ્યાસ) કરવા તીર્થંકર ભગવાન વિષય જોવો. થોડા વિષયો એકથી વધુ શબ્દોનાં બનેલા છે. ત્યારે તેને શોધવામાં વાંચનારને મુશ્કેલી પડે તેવું હોવાથી તેનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મુકેલો છે. ૦ દા.ત. અશુદ્ધ પ્રદેશો. આ શબ્દ બે રીતે શોધી શકાય. “અ” હેઠળ
અશુદ્ધ પ્રદેશો” અથવા “પ' હેઠળ ‘પ્રદેશ, અશુદ્ધ'. આવા સંજોગોમાં સૂચિ એક જ જગ્યાએ મૂકવામાં આવી છે અને બીજી જગ્યાએ એનો ક્રોસ ઑફરન્સ' (અન્યોન્ય સંબંધ) આપવામાં આવ્યો છે. - એટલે કે “અશુદ્ધ પ્રદેશો' તરીકે શોધશો તો નીચે મૂજબ લખેલું જણાશે.
અશુદ્ધ પ્રદેશો – પ્રદેશ, અશુદ્ધ જુઓ. એટલે કે વાંચનારને આ વિષયને ‘પ્રદેશ, અશુદ્ધ' હેઠળ
શોધવા ભલામણ કરી છે. - હવે ‘પ્રદેશ, અશુદ્ધ તરીકે શોધશો તો તેની પૂરી સૂચિ ઉપલબ્ધ
થશે.
xii