________________
- હવે ‘ક્રોધ, અનંતાનુબંધી' તરીકે વાચક શોધે તો તેની પૂરી પરિભાષા ત્યાં ઉપલબ્ધ થશે.
ક્રોધ, અનંતાનુબંધી - કલ્યાણનાં સાધનો પ્રતિનો અભાવ કે
અણગમો એ અનંતાનુબંધી ક્રોધ. બને એટલા એકથી વધુ શબ્દોથી બનેલી પરિભાષાનો ‘ક્રોસ રેફરન્સ' (અન્યોન્ય સંબંધ) મૂક્યો છે પણ જો ચૂક થઈ હોય તો તે વ્યાખ્યાનાં વિવિધ શબ્દો હેઠળ શોધવાથી મળી જશે. થોડા શબ્દોની નીચે તેની એકથી વધુ પરિભાષા વ્યાખ્યા મૂકી છે. તે શબ્દને જુદી જુદી અપેક્ષાએ સમજવા અર્થે મૂકી છે. તે સાથે તે વ્યાખ્યાનાં અંતમાં શ્રી કેવળી પ્રભુનો સાથ’ ના ક્યા ભાગમાં તેનો સંદર્ભ મળી આવશે તે પણ જણાવેલું છે.
| વિષયવાર સૂચિનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો • આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં
સહાયક થાય એ દૃષ્ટિથી કરેલ છે. જે વિષયો “શ્રી કેવળી પ્રભુનો સાથ'ની અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી. જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેનાં માટે ‘પારિભાષિક શબ્દોનો કોષ' વાપરવો. વિષયનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોનાં પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમમાં મૂક્યા છે.