________________
કેવળી પ્રભુનો સાથ
અન્યથા રાગદ્વેષ ભેગા ન થાય. રાગ રાગરૂપ રહે અને દ્વેષ દ્વેષરૂપ રહે. બંનેની ભેળસળ ન થાય.
આ શૃંખલાની ત્રીજી ભૂમિકા આ પ્રમાણે છે. જીવને રાગ થવાનું મુખ્ય કારણ સાનુકૂળ સંજોગો પ્રત્યેનો ગમો છે. તેમાં જીવ રાગ કે દ્વેષના ઉદયમાં રાગભાવ ઉત્પન્ન કરનાર એવા લોભ અને માન કષાયને એકબીજામાં મળવા દેતો નથી. જ્યારે લોભ અને માન ભેગા થાય છે ત્યારે નિશ્ચયનયથી જીવ પ્રમાદી કહેવાય છે. લોભ અને માન કષાયને એ જ્યારે જુદા રાખે છે ત્યારે તે નિશ્ચયનયથી “અપ્રમાદી પ્રમાદી” કહેવાય છે. આ ભૂમિકામાં જીવ રાગ અને દ્વેષને છૂટા રાખવા માટે એક અપૂર્વ માર્ગ સ્વીકારે છે. સુખરૂપ લાગતાં લોભ અને માન કષાય જ્યારે એકઠાં થાય છે ત્યારે રાગ અને દ્વેષ મળે છે. તે વખતે તે સુખરૂપ લાગતા લોભ કષાયને લોભ સુખબુદ્ધિરૂપ રાખે છે, અને માન સુખબુદ્ધિમાં નથી પરિણમવા દેતો. અને માન કષાયને લોભ સુખબુદ્ધિમાં નથી પરિણમવા દેતો. તે લોભને માયામાં પરિણમાવે છે, અને માનને ક્રોધમાં પરિણમાવે છે. તેથીએ સ્થિતિને નિશ્ચયનયથી “અપ્રમાદી પ્રમાદી” કહી છે; કારણ કે તેમાં રાગ અને દ્વેષના કષાયોનું મિશ્રણ થતું નથી પણ રાગ-રાગનું અને દ્વેષ-દ્વેષના કષાયોનું મિશ્રણ થાય છે.
એ જ પ્રકારે પ્રતિકૂળ સંજોગોમાં જીવને દ્વેષ ઉત્પન્ન થાય છે. એ વખતે જીવ માયા અને ક્રોધ કષાય અનુભવે છે. માયા રાગનાં પ્રતિક તરીકે અને ક્રોધ દ્વેષનાં પ્રતિક રૂપે એકઠા મળી રાગદ્વેષનું દ્વંદ્વ બનાવે છે. આ બે કષાય ભેગા થાય ત્યારે જીવ પ્રમાદી બને છે, અને માયા તથા ક્રોધના ભાવને એ અલગ રાખે છે ત્યારે તે નિશ્ચયનયથી “અપ્રમાદી પ્રમાદી” થાય છે. આ ભૂમિકામાં પણ જીવ રાગદ્વેષને છૂટા રાખવાનો અપૂર્વ માર્ગ આરાધે છે. દુઃખરૂપ લાગનાર કષાય જ્યારે એકમેકમાં ભળે છે ત્યારે રાગ અને દ્વેષ થાય છે. ત્યારે તે સુખરૂપ લાગતા માયા કષાયને માયા સુખબુદ્ધિરૂપ રાખે છે અને ક્રોધની લાગણીમાં નથી પરિણમવા દેતો, અને ક્રોધબુદ્ધિને એ માયાબુદ્ધિમાં નથી પરિણમવા દેતો. તે માયાને લોભમાં પરિણમાવે છે અને ક્રોધને માનમાં પરિણમાવે છે. આમ આ સ્થિતિ નિશ્ચયનયથી “અપ્રમાદી પ્રમાદી” બને છે.
૫૪