________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
દ્વેષના ઘટક માન પ્રતિ પણ રાગ કરે છે; આમ રાગ પ્રતિ રાગ અને દ્વેષ પ્રતિ પણ રાગ કરવાથી જીવના ભાવાનુસાર રાગદ્વેષ જોડાય છે. જ્યારે આ રાગદ્વેષનું જોડકું થાય છે ત્યારે તે કષાયને તોડવા ખૂબ મુશ્કેલ પડે છે, તેમાં ય જ્યારે તેની તીવ્રતા હોય, ભાવ ઉગ્ર હોય ત્યારે તેનાથી નવા બંધ પાડયા વિના નિવૃત્ત થવું લગભગ અસંભવ બની જાય છે. પણ આજ્ઞાધીનપણાથી જ્યારે રાગ અને દ્વેષને છૂટા પાડવામાં આવે છે ત્યારે આ કષાયજય કરવો સહેલો અને સુલભ થતો જાય છે. કારણ કે બંને છૂટા પડતા તેમનું સામર્થ્ય અલ્પ ને અલ્પ થતું જાય છે. રાગ અને દ્વેષ છૂટા પડવાથી એનો નાશ કરવા, પ્રભુના કલ્યાણભાવના સાથથી જીવ સમર્થ થતો જાય છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષનાં જોડાણના ઉદયને લીધે કર્મ ભોગવવા છતાં તેનાથી છૂટી શકતો નથી, કારણ કે એ ઉદય ભોગવતાં પોતાના હીનવીર્યને કારણે નવા રાગદ્વેષના ઘટકો તે આશ્રવે છે અને સંસાર લંબાય છે. આ રાગદ્વેષ જીવને કર્મબંધનમાં જકડી રાખવા માટે એકબીજાને સતત સાથ આપી રહ્યા છે, તેને કેવી રીતે છૂટા કરવા કે જેથી જીવ કર્મ બંધનથી નિવૃત્ત થઈ શકે?
આ માટેની પહેલી ભૂમિકા એ છે કે ઉદિત થયેલા રાગદ્વેષને છૂટા પાડવા. જીવ આજ્ઞાધીન બની ગુના માર્ગદર્શન પ્રમાણે પુરુષાર્થ કરે તો તેના રાગ અને દ્વેષ છૂટા પડે છે, એટલે કે રાગ દ્વેષને સમર્થન આપતાં અટકે છે અને દ્વેષ રાગને સમર્થન આપતાં અટકે છે, પરિણામે રાગના ઘટક અને દ્વેષના ઘટકનું સામર્થ્ય તૂટે છે.
આ પ્રક્રિયાની બીજી ભૂમિકામાં જીવ રાગદ્વેષના ઘટકોને છૂટા પાડવા માટે તેનો ઉદય થયા પછી એટલે કે ઉદયગત પુરુષાર્થ નથી કરતો પણ સ્વભાવગત એટલે કે ઉદયમાં આવતા પહેલા છૂટા પાડવાનો પુરુષાર્થ કરે છે. પહેલી ભૂમિકામાં રાગદ્વેષનો ઉદય થયા પછી જીવ તે બંનેને અલગ કરે છે, અને બીજી ભૂમિકામાં જીવ સ્વભાવથી, મારો આત્મા આ રાગ અને દ્વેષ બંનેથી ન્યારો છે, તેથી ઉદય હોય કે ન હોય, પણ રાગ અને દ્વેષ ભેગા ન થવા જોઇએ એવી ભાવનાથી બંનેને અલગ રાખવા પ્રયત્ની હોય છે. રાગ અને દ્વેષને છૂટા પાડવા માટે તે જીવ બીજી ભૂમિકામાં ઉદયની રાહ નથી જોતો, પણ પહેલેથી એવો પુરુષાર્થ આદરે છે કે જેથી ઉદયવશાત્ કે
૫૩