________________
કેવળી પ્રભુનો સાથ
આમ સંસારી તથા પરમાર્થ પુણ્યની ઘણી અલ્પતા થવાથી તે જીવને દેવલોકનો ખૂબ નાના આયુષ્યનો ભવ આવે છે અને મનુષ્ય જન્મમાં નાની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, અથવા અતિ ઉગ્ર પુરુષાર્થ હોય તો તે દેવલોકના ભવને કુદાવી, નાની વયે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પ્રમાદરહિત બની આત્મપુરુષાર્થ કરવાનો આ સૌથી વિશેષ લાભ છે. સાથે સાથે અપ્રમાદી બની, પુરુષાર્થી બની જે જીવ સિધ્ધ થાય છે, તેના નિમિત્તે નિત્યનિગોદમાંથી નીકળનાર જીવને પણ ઉચ્ચ પુરુષાર્થી બનવાની શક્યતા ઘણી વધી જાય છે.
આ પ્રકારે અપ્રમાદી બની જે જીવ શ્રેણિ આરંભે છે તેની શ્રેણિ ટૂંકી, અને આજ્ઞાધીન બને છે. પોતાનાં કર્મો ખૂબ સહેલાઈથી ક્ષીણ કરી શકે છે, અને ઉત્તમતાએ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓનો સાથ લઈ શકે છે.
ક્ષપકશ્રેણિનો પુરુષાર્થ એ અપૂર્વ પુરુષાર્થ છે. તેમાં જીવ આઠમા થી તેરમા ગુણસ્થાન સુધીનો વિકાસ વધુમાં વધુ બે ઘડીમાં કરે છે. આ પુરુષાર્થની નજરે ચડતી વિશેષતાઓ આ પ્રમાણે કહી શકાય
૧. શ્રેણિમાં જીવ રત્નત્રયની આરાધના સમયે સમયે કરે છે.
૨. આ પુરુષાર્થમાં થતી ગુણશ્રેણિ અન્ય ગુણશ્રેણિ કરતાં વિશેષ પ્રકારની છે, કારણ કે તેમાં એક સાથે ઘણાં ગુણસ્થાન જીવ ચડે છે. (૮ થી ૧૩).
—-
૩. આ ગુણશ્રેણિમાં આત્મા એક નહિ પણ ચારે ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય અને ચાર અઘાતી કર્મોની સર્વ અશુભ પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય એક સાથે કરે છે. ૪. આ ગુણશ્રેણિને સમાંતર કહી શકાય એવી ક્ષાયિક સમકિત લેતી વખતની ગુણશ્રેણિ છે. તેમાં દર્શનમોહ અને ચારિત્રમોહની અનંતાનુબંધી પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય જીવ કરે છે, પણ ત્યારે તે જીવ ગુણસ્થાન ચડતો નથી. ત્યારે ક્ષપકશ્રેણિમાં સર્વ ઘાતી અને સર્વ અશુભ અઘાતીનો ક્ષય કરે છે; એટલું જ નહિ પણ આત્મા ઘણા ગુણસ્થાન ઊંચે જાય છે. આ બતાવે છે કે
૫૦