________________
કેવળી પ્રભુનો સાથ
અને એમને જેવો તાદાસ્યભાવ પોતાના સદ્ગુરુ સાથે હોય તેવો જ તાદાસ્યભાવ સર્વ સગુરુ અને પુરુષ પ્રતિ ઘણા અંશે વેદ્યો હોય. આવા સગુરુ પાસેથી જો વરદાન મળે તો સર્વ પુરુષનો આજ્ઞારસ ત્વરાથી પ્રાપ્ત થાય. અને જીવ સાતમા ગુણસ્થાનનો સ્પર્શ કરવા એ રસનો ઉપયોગ કરી ભાગ્યશાળી બને.
સર્વ સત્પરુષનો આજ્ઞારસ' મળવો એટલે સત્પરુષની આત્મદશાથી આગળ વધ્યા હોય તેવા પરમેષ્ટિ પદના ધારક મહાત્મા પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓના
સ્કંધ ગ્રહણ કરવા. આવા સ્કંધો મેળવવાથી જીવના છઠ્ઠા ગુણસ્થાને અલગ થયેલા રાગદ્વેષના કંધોનું વિશેષ વિસંયોજન શરૂ થાય છે. રાગના સ્કંધોમાંથી માયા અને લોભનાં પરમાણુઓ છૂટા થાય છે, અને દ્વેષના કંધોમાંથી ક્રોધ અને માનનાં પરમાણુઓ અલગ થવા લાગે છે. આ રીતે રાગદ્વેષના સ્કંધો વિસંયોજન પામી ક્રોધ, માન, માયા, લોભના પરમાણુ બને છે. આવો આત્મા જ્યારે ધ્યાનમાં જાય છે ત્યારે તે ધ્યાન ખૂબ ઊંડું બને છે, તે નિર્વિકલ્પ થઈ શકે છે જેને અપ્રમાદી એવું સાતમું ગુણસ્થાન કહે છે. એક એક અલગ કષાય જીવને સવિકલ્પ કરી શકતો નથી એનું મિશ્રણ થઈ રાગદ્વેષ રૂપ પરિણામ પામે ત્યારે જ જીવ વિકલ્પમાં જાય છે. એટલે કે સવિકલ્પ થવા માટે રાગ કે દ્વેષના ઉદયની જરૂર પડે છે. જ્યાં સુધી અપ્રમાદી રહી જીવ રાગદ્વેષના સ્કંધોનું વિસંયોજન જારી રાખે છે ત્યાં સુધી તે સાતમા ગુણસ્થાને ટકી રહે છે. પ્રમાદ આવતાં વિસંયોજનની પ્રક્રિયા બંધ થાય છે, વિકલ્પ થતાં રાગદ્વેષનું સંયોજન થવા લાગે છે, અને તે જીવ સાતમા ગુણસ્થાનથી નીકળી છઠ્ઠા ગુણસ્થાને ઊતરી જાય છે. રાગદ્વેષના ઉદયો શરૂ થઇ જાય છે. અહીં લક્ષ થશે કે છઠ્ઠાથી સાતમાં ગુણસ્થાને જવા માટે અને ટકવા માટે સર્વ સત્પરુષોનો આજ્ઞારસ ગ્રહણ કરવો જરૂરી છે, સાથે સાથે પોતાનો પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે. સર્વ સત્પરુષોના આજ્ઞારસનો પ્રભાવ એ છે કે તેનાથી પુરુષાર્થની વૃદ્ધિ થાય છે, પણ હાનિ થતી નથી. એટલે કે જીવ એક વખત આ વિસંયોજનની પ્રક્રિયા “સર્વ સપુરુષોના આજ્ઞારસ'ની સહાયથી શરૂ કરે છે ત્યારે તે પહેલી વખત શુક્લધ્યાનનો સ્પર્શ પામે છે. તે પછી તે ફરીથી જ્યારે જ્યારે આ પ્રક્રિયા કરે છે ત્યારે ત્યારે પૂર્વે કરેલી પ્રક્રિયાના સમય જેટલી કે તેથી વધારે સમય માટે
૨૮