________________
પરિશિષ્ટ ૧ પારિભાષિક શબ્દોનો કોષ
અભેદતા - પ્રભુ અને ૐની આજ્ઞાના ઉપયોગથી જીવ સ્વાત્મા સાથેના ભેદનો ત્યાગ કરે તે અભેદતા.
ૐ ધ્વનિ - પંચપરમેષ્ટિનાં કલ્યાણના ભાવના સમુહમાંથી ઊઠતો નાદ જે “ઓમ” જેવા ઉચ્ચારવાળો હોય છે. અનભિસંધિજ વીર્ય - અનભિસંધિજ વીર્યથી
જીવ અકામ પુરુષાર્થ કરે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ માત્ર ઇન્દ્રિયના સાધનથી ભાવ વેદે છે, સંજ્ઞાનો ઉપયોગ નથી કરતો, તેટલા અંશે એ વીર્ય
અનભિસંધિજ વીર્યરૂપે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ - જીવમાં પ્રતિક્ષણે આત્મા સાથેનો તાદાભ્યભાવ ખૂબ ઝડપથી વધે ત્યારે તે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ બને છે.
અમૃતસાગર – અમૃત એટલે સુધારસ. સુધારસનો
સમુદ્ર એ અમૃતસાગર. અમૃતનું પાન કરવાથી અમર થવાય છે. જીવ શુક્લધ્યાનમાં પાંત્રીસ મિનિટે પહોંચતા અમૃતસાગરની દશા પામે છે. અહોભાવ - કોઈ ઉત્તમ આત્મા કે ગુણ માટે
આદરભાવ, પૂજ્યભાવ આદિ વેચવા તે. અસ્તિકાય - પ્રદેશોના સમૂહવાળું દ્રવ્ય. તે અનેક પ્રદેશોમાં વ્યાપી, અનેક ગુણ અને પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તે અસ્તિકાય. તેવા પાંચ દ્રવ્યો છે - ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ.
અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે
જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે. અપ્રમત્તભાવ - પ્રમાદરહિતપણું. અભિસંધિજ વીર્ય - અભિસંધિજ વીર્યથી જીવ સકામ પુરુષાર્થ કરી શકે છે. જીવના ભાવાનુસાર તેના આત્માના અમુક ભાગમાંથી કર્મ પુદ્ગલને લીધે વીર્ય ઉત્પન્ન થાય છે. જેટલા અંશે જીવ પોતાના ભાવ સંજ્ઞા દ્વારા વેદે છે તેટલા અંશે એ વીર્ય અભિસંધિજ વીર્યરૂપે સ્કુરે છે.
અંતર્મુખ - આત્મા(સ્વભાવ) - પરમાત્મા તરફ
વળેલી જીવની વૃત્તિ. અંતરાય કર્મ (અશુભ પર્યાય) - મિથ્યાત્વ,
અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ એ પાંચ વિભાવના કારણો થકી પાંચ મહાવ્રતનો ભંગ કરી અંતરાયની અશુભ પર્યાય બાંધે છે. અંતરાય કર્મથી, જીવને જે મેળવવું હોય તેમાં વિઘ્ન આવે છે.
३४३