________________
કેવળી પ્રભુનો સાથ
ગણધરને પંચપરમેષ્ટિ માટે પરમાર્થ પુણ્ય કરતાં રાગભાવ વિશેષ હોય છે, એ કારણથી એ વચમાંથી ફૂલે છે (bulge થાય છે). આ સિવાય આચાર્ય અને ગણધરના પરમાણુ વચ્ચે એક મોટો તફાવત જોવા મળે છે. આચાર્યના પરમાણુમાં માત્ર પરમેષ્ટિના ભાગમાં જ પૂર્ણ આજ્ઞાકવચ હોય છે, ત્યારે ગણધરજીના પરમાણુમાં પરમાર્થ શાતાવેદનીયના ભાગમાં પણ લોકના આકારમાં પૂર્ણ ૐ આજ્ઞાકવચ હોય છે. આ પરથી એમના પુરુષાર્થની એક લાક્ષણિકતા જાહેર થાય છે. શ્રી આચાર્યજી પંચપરમેષ્ટિ પ્રત્યે પૂર્ણ આજ્ઞાધીન હોય છે, અને પરમાર્થ શાતા વેદનીય માટે અમુક સ્પૃહા તેમનામાં રહી હોય છે, તેથી તે ભાગમાં પૂર્ણ આજ્ઞાકવચ હોતું નથી. જ્યારે સ્પૃહા રહિત હોવાને કા૨ણે ગણધરના પરમાણુમાં એ ભાગમાં પણ આજ્ઞાકવચ આવે છે.
બીજી અપેક્ષાએ કહીએ તો, આચાર્યજીને પંચપરમેષ્ટિ પ્રત્યે પુરુષાર્થ માટે પરમ શાતા વેદનીય કરતાં વધારે સ્પૃહા હોય છે, એટલે એ ભાગ ફૂલવાથી (bulge થવાથી) પૂર્ણ આજ્ઞાકવચ વચ્ચેના ભાગમાં સરી પડે છે. શ્રી ગણધર પ્રભુ વેદન ક૨વા માટે પણ પંચપરમેષ્ટિના સાથ અને પરમાર્થ શાતા વેદનીય વચ્ચે સમ છે, અને પુરુષાર્થમાં પણ સમ છે. આ અપેક્ષાથી સંધનો આકાર સીધો થાય છે. આમ છતાં શ્રી ગણધર પ્રભુની સ્પૃહા ૐૐ આજ્ઞાપાલનની પૂર્ણતામાં વિશેષ હોવાથી, એ પૂર્ણ ૐ આજ્ઞાનું કવચ થાય છે, અને તે કવચ શ્રી આચાર્યના પરમાણુની જેમ ફૂલેલું (bulging) હોય છે. શ્રી ગણધર પ્રભુને પરમાર્થ શાતા વેદનીયની પૂર્ણ ૐ આજ્ઞા પાળવા કરતાં વિશેષ સ્પૃહા પંચપરમેષ્ટિ પ્રત્યે પૂર્ણ ૐ આજ્ઞા પાળવામાં હોય છે. આ પ્રમાણે અતિ અતિ ગૂઢ તથા ગંભીર રહસ્ય શ્રી પ્રભુ પાત્રતા જાણી દર્શાવે છે. આ ઉપકારનો આભાર માનવા માટે કોઈ રસ્તો જણાતો નથી, સિવાય કે એમની જ આજ્ઞામાં સર્વ પ્રદેશના અણુએ અણુમાં તે વેદીને માણવો.
આવા અતિ પૂર્ણ ૐ આજ્ઞાથી રંગાયેલા શ્રી ગણધર પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુને આશ્રવવા જીવે ક્યો ગુણ ખીલવવો જોઇએ? હે કૃપાળુ પ્રભુ! તમે આ નહિ જણાવો તો મળેલી જાણકારીને યથાર્થરૂપે ચારિત્ર પાલનમાં અંગીકાર કરવામાં અધુરપ અનુભવાય છે. તો ૫૨મ કરુણા કરી આ ગુણની જાણકારી આપો. શ્રી પ્રભુના
૩૩૪