________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
ઉપસ્થિતિ છે, આચાર્ય તથા તેમના ઉપરનાથી પ્રેરિત પરમાણુઓમાં માત્ર પરમાર્થ શાતા વેદનીય છે, જે કેવળજ્ઞાન પહેલાં અથવા પછી પણ ભોગવી શકાય છે. બીજી અપેક્ષાએ આચાર્યજી શ્રી જિન માર્ગમાં શ્રી જિનાદિ અને ગણધરાદિની પૂર્ણ આજ્ઞામાં હોય છે, માટે એમનાથી પ્રેરિત પરમાણુઓ ખેંચવા માટે જીવે એવો જ પુરુષાર્થ આદરવો જરૂરી છે.
શ્રી આચાર્યજીના વ્યક્તિગત પુરુષાર્થમાં આજ્ઞાનું મહાભ્ય સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ હોય છે. પુરુષાર્થની આ લાક્ષણિકતાને લીધે તેનાં પરમાણુમાં પણ ફરક પડે છે. સાધુસાધ્વી તથા ઉપાધ્યાય પ્રેરિત પરમાણુ મેળવવા માટે જીવ પહેલાં ગુણની ખીલવણી કરે છે; અને તેના આધારથી પરમાણુનો આશ્રવ કરે છે, પરમાણુના આવા આશ્રવથી જીવ એનામાં રહેલા આજ્ઞારસના સાથથી આજ્ઞાનું આરાધન કરે છે. પરંતુ આચાર્યજી અને તેમનાથી વિશેષ દશાવાન આત્મા પોતાના પુરુષાર્થમાં પહેલાં આજ્ઞાનું આરાધન વર્ધમાન કરવાનું કાર્ય કરે છે, તેથી તેઓ ૐના પરમાણુનો આશ્રવ કરે છે. ૐના પરમાણુના આશ્રવથી જીવ યોગ્ય ગુણની ખીલવણી કરે છે. આમ શ્રી પ્રભુએ આપેલો આ પ્રકરણનો વિષય કેવો યથાર્થ છે તેની સમજણ આપણને આવે છે.
સાધુસાધ્વી તથા ઉપાધ્યાયજી પ્રેરિત પરમાણુઓ ખેંચવા માટે જીવ ‘ૐ ગમય આણાય'નો ઉપયોગ કરે છે, અને બાકીના પરમેષ્ટિ પ્રેરિત પરમાણુઓ ખેંચવા માટે જીવ ‘આણાય ગમય ૐ’નો ઉપયોગ કરે છે. આ પરથી આપણને સમજાય છે કે પ્રેમના ગુણની ખીલવણીનો આધાર આજ્ઞાની શુદ્ધિ તથા સિદ્ધિ પર છે. આજ્ઞાની કેડી
જ્યારે પુરુષાર્થમાં સ્થૂળરૂપ ધારણ કરે છે ત્યારે પ્રેમગુણ મળે છે. પ્રેમમાં ભક્તિરૂપ શ્રધ્ધાની ખામીનો નાશ છે. શ્રદ્ધામાં જીવ સંજોગથી વીર્યહીન બની, સંજોગ સિદ્ધિના લોભ માટે વીર્યવાન પુરુષની ભક્તિ કરે છે. પ્રેમમાં સંજોગ સિદ્ધિ માટે વીર્ય હોવા છતાં, ગુણાશ્રવ માટે એ ગુણી આત્મા પ્રતિ સંજ્ઞાના સકામ ઉપયોગ સાથે ભક્તિમય વિનયમાં પ્રગતિ કરે છે. ભક્તિમાં વિચાર નથી, માત્ર લાગણી છે, વિનયમાં લાગણી ઉપરાંત બુદ્ધિનો ઉપયોગ છે. તેમાં સદ્ધર્મ, સપુરુષ પ્રત્યે આજ્ઞાંકિત દાસત્વ ગ્રહણ
૩૨૯