________________
કેવળી પ્રભુનો સાથ
ભક્તિની પ્રાપ્તિ માટે શ્રધ્ધાના આધારમાં જ્યારે માનસિક વાચિક અને કાયિક હકાર ભળે છે ત્યારે એ શ્રધ્ધામાં ભૂત, વર્તમાન તથા ભવિષ્યની ઊંડી ભાવનારૂપ પરમાર્થ લોભ ભળે છે, જે એ શ્રધ્ધાના સ્થંભ (milestone) માં પ્રેમરૂપી જાદુનું સિંચન કરે છે. પ્રેમના ગુણમાં સરળતા અને ભક્તિમય સોંપણી સાથે મનરૂપી સંજ્ઞા પર સત્ કાબૂ છે. સરળતા કે ભક્તિમાં જીવ અમુક સમયે ધર્મ તથા પ્રભુમાં લીન થવાના ભાવ મોટી માત્રામાં (ખૂબ) કરે છે, પણ અમુક સમયે એ પોતાના વિભાવરૂપી સંજ્ઞાનો ગુલામ બની કર્મરૂપી ગંદકીનો આશ્રવ કરે છે. આ ક્રિયામાં સંસારના શાતા વેદનીયનો હકાર પણ હોય છે, જેથી એ સંસાર સુખબુદ્ધિને કારણે જ્ઞાનાવરણ તથા દર્શનાવરણનો આશ્રવ કરે છે. પણ જે સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ અને ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ એના આત્મા પર હોય છે, તેમાં અક્રિય સૂક્ષ્મ તથા શૂળ, અન્ય પરમેષ્ટિનું પીઠબળ રહ્યું હોય છે. આ પીઠબળ અમુક હદે આવે છે તે પછી જીવને સંસારનો થાક લાગવા માંડે છે. આ થાક એ સંજ્ઞા દ્વારા વેદતો જાય છે. બીજી બાજુ તે જીવ શ્રી સાધુસાધ્વી તથા ઉપાધ્યાયજી રૂપ પરમેષ્ટિની આજ્ઞામાં હોય છે, જેથી ‘ૐ ગમય આણાય, આણાયું ગમય ' ના માધ્યમથી એ ઉપાધ્યાય તથા સાધુસાધ્વી પ્રેરિત પરમાણુઓ જીવને આણાએ ધમ્મો તથા આણાએ તવો રૂપ સાધનમાં ઊંડો ઊતારે છે. એ આજ્ઞારૂપી સાધનથી જીવ જ્યારે આજ્ઞાની ગહેરાઈથી સ્વભાવના સાગરમાં ડૂબે છે ત્યારે તે આજ્ઞાની એક ઊંચી કેડી પર ચડે છે, ત્યાં પહોંચતા જ જીવ ૐ પરમેષ્ટિના આધારે ઉત્તમ પરમાણુઓને ખેંચવા માટે પાત્ર બને છે. ઉત્તમ પરમાણુઓ આજ્ઞારૂપી માધ્યમથી ખેંચાતાં જ તે ૐની કેડી પર પ્રગતિ કરે છે, આ પ્રગતિ થતાં જ એનામાં એ પરમાણુઓનો આશ્રવ કરવા માટે યોગ્ય ગુણોની પ્રાપ્તિ સહજતાએ થાય છે.
શ્રી સાધુસાધ્વી તથા ઉપાધ્યાયજી પ્રેરિત પરમાણુઓ ગ્રહણ કરવા જીવે ઇચ્છાગત પુરુષાર્થ કરવો પડે છે, ત્યારે શ્રી આચાર્ય અને તેમનાથી ઉપરના પ્રેરિત પરમાણુઓ ગ્રહવા માટે જીવે આજ્ઞાગત પુરુષાર્થ કરવો પડે છે. આનું કારણ સમજાય છે કે સાધુસાધ્વી તથા ઉપાધ્યાયજીના પરમાણુમાં સંસાર શાતાવેદનીયની
૩૨૮