________________
કેવળી પ્રભુનો સાથ
સમય રોકાઈ આગળ વધે છે. આમ ત્વરિત ગતિએ આગળ વધવાથી જીવ ખૂબ લાભ તેમજ સિદ્ધિ પામે છે.
બીજી અપેક્ષાથી વિચારીએ તો આત્માને સિદ્ધિ મુખ્ય ત્રણ કારણોથી પ્રાપ્ત થાય છે. તે છે આહારની શુદ્ધિ, વિહારની શુદ્ધિ અને નિહારની શુદ્ધિ. પ્રશ્ન ઊઠે કે આહાર, વિહાર તથા નિહારની શુદ્ધિ કરવાથી સિદ્ધિ કઈ રીતે આવે? જેમ શુદ્ધ કર્તાપણાના ભાવથી શુદ્ધ ભોક્તાપણું પ્રાપ્ત થાય છે, જેમ અંતરાય ગુણની શુદ્ધિ કરવાથી સર્વ અંતરાય કર્મ રહિત અડોલ, શુદ્ધ, સહજાનંદ સ્વરૂપસમાધિ પ્રાપ્ત થાય છે, તેમ સ્થૂળ તથા સૂમ આહાર, વિહાર અને નિહારની શુદ્ધિ કરવાથી ઉત્તમ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. શુદ્ધિ અને સિદ્ધિ પરસ્પર ઋણાનુબંધી છે. જેટલી શુદ્ધિ વિશેષ તેટલી સિદ્ધિ પણ વિશેષ. શુદ્ધિ એટલે આત્માની સ્વચ્છ પર્યાય તથા પરિણતિ; અર્થાત્ આત્માને પુદ્ગલરહિત કરવાની પ્રક્રિયાથી બીજા પાંચ દ્રવ્યને પરિણાવવા. સિદ્ધિ એટલે આત્માનું પંચાસ્તિકાય પર વિજયત્વ અને વર્ચસ્વ. પંચાસ્તિકાય ત્યારે જ પરાજય પામે છે જ્યારે આત્મા એનાં પરિણતિ, ચેષ્ટા અને યોગ અધ્યવસાયમાં શૂન્ય અને શુકુલ થાય છે.
આત્માએ શુકુળતા પ્રાપ્ત કરવા માટે પોતાની અનાદિકાળની વિભાવમાં રહેવાની કુટેવને અને કુટેવની સુખબુદ્ધિ છોડીને, અન્ય કોઇ ઉચ્ચ ભાવના સાથે જોડાવું પડે છે. કુટેવની ખાલી પડેલી જગ્યા ઉચ્ચભાવ પૂરે છે. વિભાવનું પૂરક છે સ્વભાવ. પરંતુ અનાદિકાળના અભ્યાસને જીવ સ્વભાવદશામાં લાવે કેવી રીતે? સિદ્ધાંત છે કે “માર્ગને પામેલો પમાડે.' એ ન્યાયે જે સ્વભાવ શુધ્ધદશાને પામ્યા છે એવા વિરલા આત્માનાં કથનને માન્ય કરી, એમની આજ્ઞાએ શ્રત, શ્રદ્ધા અને શ્રમ અથવા અપ્રમત્ત પુરુષાર્થ કરવાથી આ સિદ્ધિ આવે છે. એમની આજ્ઞાએ તથા ઇચ્છાએ ચાલવાથી સર્વ સાધનો સુસાધનો બની જાય છે.
મનુષ્ય, તિર્યંચ, દેવાદિ દેહમાં મારાપણાનાં ભાવને લીધે જીવને મિથ્યાત્વરૂપી મહા અજગરે શિકાર બનાવ્યો છે, એ જ પાંચ ઇન્દ્રિયવાળો સંજ્ઞી દેહ, આજ્ઞાના મહા
૨૪૪