________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
કારણે શ્રી સિદ્ધ ભગવાન અનંતકાળ સુધી સિદ્ધભૂમિમાં અવ્યાબાધ સુખને અનુભવી રહે છે.
પરમાર્થિક સિદ્ધિમાં નિર્જરા કરવા માટે જીવ પોતાની યોગની શક્તિને વધારે છે, સ્થિતિને વધારે છે. આમ કરવાથી જીવ જ્યારે આત્મિક શુદ્ધિ કરવાના ભાવમાં હોય છે ત્યારે તે કર્મની બળવાન નિર્જરા કરી શકે છે. પરંતુ જ્યારે તે આત્મિક શુદ્ધિનાં કાર્યથી અન્યભાવ કે સુખબુદ્ધિમાં જાય છે ત્યારે તેના ત્રણે યોગ બળવાન થયા હોવાથી એટલા જ વિશેષ કર્મોનો આશ્રવ કરે છે. કર્મોદય બળવાન થતા હોવાથી જીવ એક જ ભાવમાં, ગુણશ્રેણિમાં અથવા તો આત્મશુદ્ધિ કરવાના ભાવમાં લાંબો સમય ટકી શકતો નથી, કર્મનાં દબાણને કારણે તે અન્ય ભાવમાં જાય જ છે અને મોટો કર્યાશ્રય કરી બેસે છે. કેમકે એ વખતે તેનું આજ્ઞાધીનપણું ઓછું અથવા નહિવત્ થઈ જાય છે. તેથી પરમાર્થિક સિદ્ધિ કરવામાં જીવની શુદ્ધિ ત્યારે જ થતી જાય છે જ્યારે તે આત્મિક શુદ્ધિ કરવાનાં કાર્યમાં એકરૂપ હોય છે.
સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કરવામાં જીવનો ચારિત્રમાં રહેવાનો પુરુષાર્થ આજ્ઞાધીન હોય છે. એના પરિણામે એ જીવને કર્મનો જથ્થો અને સ્થિતિ તોડવાની સમાન શક્તિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિથી જીવને એ સુવિધા રહે છે કે જ્યારે તે ધ્યાનમાં જાય છે ત્યારે તે સ્થિતિ (રસ) તોડે છે, અને ધ્યાનમાંથી બહાર નીકળ્યા પછી તે કર્મનો જથ્થો વેગથી તોડે છે. આ પુરુષાર્થને લીધે, જ્યારે તે જીવ આત્મિક શુદ્ધિનો પુરુષાર્થ કરતો હોતો નથી, ત્યારે પણ એ વ્યવહાર શુદ્ધિ જાળવતો રહે છે, અને એ નિમિત્તથી કર્મોનો જથ્થો વિશેષ કાઢતો રહી આત્માને શુદ્ધ કરતો રહે છે. આ જથ્થો જવાથી જીવનાં પરમાર્થનાં અંતરાયો ક્ષીણ થતાં જાય છે. તેનાં ફળરૂપે ફરીથી વિશેષતાએ કર્મસ્થિતિ તોડવા તે ભાગ્યશાળી થાય છે. આમ કરતાં કરતાં જીવ સર્વ અપેક્ષાએ (વ્યવહાર તેમજ પરમાર્થ) શુદ્ધ થતો રહે છે. પરિણામે તે જીવ મોહનીય ક્ષીણ કરવા સાથે સંસારની સુખબુદ્ધિ પણ છોડતો જાય છે. સંસારની સુખબુદ્ધિ અલ્પ થવાથી તે અંતરાય કર્મને અંતરાય ગુણમાં પલટાવે છે; જે ક્ષપક શ્રેણિની અંતરાય તોડવાનું કારણ બને છે. આવા ઉત્તમ પુરુષાર્થને કારણે તે જીવ ક્ષેપક શ્રેણિમાં પ્રત્યેક ગુણસ્થાને અલ્પ
૨૪૩