________________
अध्यात्मामृतपूर्णकामकलशश्चक्रेऽत्र शास्त्रे पुरः । पूर्णानन्दधने पुरं प्रविशति स्वीयं कृतं मंगलम् ॥१६।।
આ શાસ્ત્રમાં ભાવના સમૂહરૂપ પવિત્ર કામધેનુના છાણના રસથી લીંપેલી અને સમતારૂપ પાણી વડે ચોતરફ છાંટેલી ભૂમિ છે, માર્ગમાં વિવેકરૂપ ફૂલની માળા સ્થાપેલી છે, અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલો કામકુંભ આગળ મૂકયો છે. એમ સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મસ્વરૂપ શુધ્ધ આત્મા સર્વ અધિકારે (સર્વ જીવ) અપ્રમાદ નગરમાં પ્રવેશ કરે છે. ત્યારે તે પોતાનું જ મંગલ કરે છે.
- શ્રી યશોવિજયજી કૃત જ્ઞાનસાર
ઉપસંહાર – શ્લોક ૧૬.