________________
પ્રાકુકથન
વગર માગ્યું અને વગર ઇચ્છે આર્થિક ફાળો આપનાર મુમુક્ષુઓનો પણ એવો જ હિસ્સો છે. પ્રભુ તેઓ સહુને આપેલી સહાય બદલ આત્મિક શાંતિ તથા શુદ્ધિ વધારી સર્વોત્કૃષ્ટ શાંતિ તથા શુદ્ધિ સુધી લઈ જાય એ જ મારી પ્રાર્થના છે.
આ પછીના ભાગમાં વિશેષ ભેદરહસ્યો પ્રગટ કરવા અન્ય ચાર પ્રકરણોની રચના વિચારી છે. તેમાં ‘પૂર્ણ આજ્ઞાસિદ્ધિ-પૂર્ણ કલંકરહિત અડોલ દશા', “પંચપરમેષ્ટિનાં પંચામૃતથી બહ્મરસ સમાધિ’, ‘શ્રી કેવળીપ્રભુનો સાથ” તથા “આત્માની સિદ્ધિ વણી લેવા વિચાર્યું છે. પ્રભુકૃપાથી જેમ થાય તેમ સ્વીકાર્ય છે.
આ ભાગમાં પણ કેટલીક વાતો તથા હકીકતોને પુનરુક્તિનો દોષ વોહરીને પણ મૂકી છે. તેમ કરવા પાછળ વિષયની અગત્ય તથા વિશદતા જાળવવાનો હેતુ છે, તે વાચકવર્ગ અભ્યાસ કરતાં જરૂરથી સમજી શકશે. અને આ ક્ષતિને ઉદાર દિલથી નિભાવી મૂળ હેતુનો સ્વીકાર કરી, ગ્રંથનો સદુપયોગ કરશે; એવી આશા રાખું છું. આ ગ્રંથ સર્વને આત્માર્થે ઉપયોગી તથા ઉપકારી થાય એવી શ્રી પ્રભુને પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ.
મુંબઈ તા. ૧૬ ઓગસ્ટ ૨૦O૯, રવિવાર પહેલું પર્યુષણ.
મોક્ષાભિલાષી સરયુ રજની મહેતા.
XXiii