________________
કેવળી પ્રભુનો સાથ
કેવળ પ્રભુ એક એક સમયના અંતરે યોગ સાથે જોડાતા હોય છે, પણ અમુક કાળ પછી તેઓ કર્મભાર ઘટવાથી બે સમય માટે યોગ સાથે જોડાયા વિના રહી આશ્રવ તોડે છે. એ જ રીતે સમય જતાં તેઓ ત્રણ સમય, ચાર સમય પછી જોડાય છે, અને આ રીતે આગળ વધી સાત સમય સુધી પણ યોગના જોડાણથી તેઓ છૂટા રહે છે. જે સમયમાં તેમનું યોગ સાથેનું જોડાણ હોતું નથી, તે સમયે તેમને શાતાવેદનીય કર્મનો આશ્રવ પણ હોતો નથી, માત્ર ઉત્તમ સ્વરૂપલીનતા સાથે તેમને પૂર્વ સંચિત કર્મોની બળવાન નિર્જરા જ થાય છે. આમ યોગ સાથેના જોડાણની વચ્ચેનો ગાળો વધવા સાથે આશ્રવની અલ્પતા અને નિર્જરાનું પ્રમાણ વધતાં જાય છે. પ્રત્યેક કેવળી પ્રભુના શ્રેણિના પુરુષાર્થના આધારે તેમના યોગના જોડાણનો ગાળો તરતમતાવાળો હોય છે. કોઈ આત્મા એક સમયના અંતરે યોગ સાથે જોડાય છે, તો કોઈ આત્મા બે કે ત્રણ કે ચાર સમયના અંતરે યોગ સાથે શરૂઆતથી જ જોડાતો હોય છે. જેમ જેમ તેમની કર્મનિર્જરા વધતી જાય છે તેમ તેમ તેમનું યોગના જોડાણનું અંતર પણ વધતું જાય છે. આ અંતર વધ્યા પછી જ્યારે આત્મા એક સમય માટે યોગ સાથે જોડાય છે ત્યારે તેમનો ઉપયોગ ખૂબ જ તીર્ણ થયો હોવાથી, એ સમયનો કર્માશ્રય પણ વધે છે. પરંતુ તેઓ એ જ તીક્ષ્ણ ઉપયોગને યથાર્થતાએ વાપરી તે પછીના જ સમયે એ કર્મપરમાણુઓને વેદી, શ્રી કેવળ પ્રભુ તેથી પણ વિશેષ ઉગ્રતાથી એ કર્મોને ખેરવી નાખે છે. આમ આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપનું મહાસંવરના માર્ગે આરાધના કરી શ્રી પ્રભુ ઉગ્રતાથી અઘાતી કર્મનો ક્ષય કરતા જાય છે. અને અયોગી ગુણસ્થાને જવા માટે પોતાના આત્માની પાત્રતા પ્રતિસમયે વધારતા જાય છે.
‘અયોગી કેવળી' ગુણસ્થાને પહોંચતા પહેલાં ચારે અઘાતી કર્મોની સ્થિતિ એક સરખા કાળની હોતી નથી, તેમાં ઘણું તરતમપણું રહેલું હોય છે. આ ચારે કર્મોની સ્થિતિ એક સરખા કાળની કરવા માટે શ્રી પ્રભુ “કેવળી સમુદ્ધાત’ કરે છે. આમ કરવામાં શ્રી કેવળી પ્રભુ વિશિષ્ટ પ્રક્રિયા કરે છે, તેઓ પોતાના આત્મપ્રદેશોને આખા લોકમાં ફેલાવી, વિશિષ્ટ રીતે પ્રદેશોદયથી વિશેષ કાળનાં કર્મોને ભોગવી ચારે અઘાતી
૧૬૪