________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
મહાસંવરના માર્ગને યથાર્થપણે પાલન કરનાર સર્વશ્રી પંચપરમેષ્ટિ ભગવંતને, જેમણે આ ઉપકારક પ્રક્રિયા દ્વારા માર્ગને પાળવાની મને જાણકારી કરાવી, એ તેમના મહાસંવરરૂપ આજ્ઞાપાલનને મારા ભક્તિભર્યા, આભારભર્યા, હર્ષાશ્રુ સાથે સાષ્ટાંગ વંદન હો. આ જાણકારીનો હું સદુપયોગ કરી પૂર્ણ શુદ્ધ થઈ જાઊં એ જ પ્રાર્થના છે.”
આ પ્રકારની બધી સમજણ મેળવી, તેની ઊંડાણથી અનુભૂતિ કરી, મહાસંવરના માર્ગને યથાર્થતાએ પચાવી જીવ ક્ષપક શ્રેણિ શરૂ કરે છે. એક સમયના પણ પ્રમાદ વિના, પ્રાર્થના, ક્ષમાપના અને મંત્રસ્મરણનો અતિ સૂક્ષ્મ સ્વરૂપે આધાર લઈ, પોતાના સ્વગુણોનો આશ્રવ કરતો કરતો આત્મા એક પછી એક ગુણસ્થાન ઝડપથી ચડતો જઈ, ઘાતકર્મોની પ્રત્યેક સમયે અસંખ્યગણી નિર્જરા કરતાં કરતાં તે કેવળજ્ઞાન તથા કેવળદર્શન પ્રગટાવે છે. અને સયોગી કેવળી સ્વરૂપે તે આત્માનું આ પૃથ્વી પર વિચરવું થાય છે.
૨૦-૨૧. કેવળી સમુદ્ધાતના આઠ સમય ૨૨. તેરમાથી ચોદમાં ગુણસ્થાને જતાં (અયોગી કેવળી થતાં) ૧૩માં ગુણસ્થાને વિચરતા કેવળી ભગવાન કષાયરહિત બની, શેષ રહેલાં અઘાતી કર્મોનો ક્ષય કરતાં કરતાં ઉદયગત સ્થિતિ અનુસાર વિચરતા રહે છે. તેમની સ્વરૂપલીનતા એવી બળવાન હોય છે કે અમુક સમયના આંતરા પછી તેઓ માત્ર એક સમય માટે મન, વચન ને કાયાના યોગ સાથે જોડાઈ શાતા વેદનીયનો બળવાન આશ્રવ કરે છે. આ જોડાણમાં કષાયની કાલિમા ન હોવાને કારણે તથા પૂર્ણ સ્થિરતા હોવાને લીધે, બીજા જ સમયે તે શાતાવેદનીય કર્મ વેદાઈને ત્રીજા જ સમયે ખરી જાય છે. સાથે સાથે પૂર્વસંચિત ચારે અઘાતી કર્મો પણ ભોગવાઈને નિવૃત્ત થતા જાય છે. આ રીતે જેમ જેમ તેમના આત્મા પરનો કર્યભાર ઓછો થતો જાય છે તેમ તેમ તેમનો યોગ સાથેના જોડાણનો ગાળો પણ વધતો જાય છે. ઉદા. કોઈ
૧૬૩