________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ઉપકારી થાય તેવો યોગ્ય આજ્ઞારસ ઉમેરાય છે. જો એમાં સર્વ સાધુસાધ્વીના રસને બદલે માત્ર “સાધુસાધ્વીનો રસ ઉમેરાતો હોત તો કોઈ પણ મિથ્યાત્વી જીવને આ કલ્યાણનાં પરમાણુઓનો સંગ મળી શકત નહિ કેમકે તેનાથી સર્વને ઉપકારી થાય એવું કલ્યાણનું પ્રાબલ્ય સંભવી શકત નહિ અને દરેક પરમાર્થિક સિદ્ધિનાં પગથિયે કલ્યાણનાં પરમાણુની સહાયની જરૂરત તો છે જ.
જીવ જ્યારે આરંભમાં કલ્યાણનાં પરમાણુઓનો સંગ કરે છે ત્યારે તેને શ્રી અરિહંત પ્રભુનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાથ હોય જ છે. ઉદા. ચકપ્રદેશ મેળવતી વખતે, નિશ્ચયથી વ્યવહાર સમકિત લેતી વખતે, કેવળીગમ્ય પ્રદેશાદિની પ્રાપ્તિ કરતાં વગેરે પ્રસંગે આવો સાથ હોય છે. તેનાથી આગળનો વિકાસ કરતી વખતે જીવને શ્રી કેવળ પ્રભુનો સાથે પણ મળે છે. આ સાથે તેને અસંખ્યસમય સુધીની દેહાત્માની ભિન્નતા સુધી લઈ જાય છે. તે પછીથી તેનો સ્વતંત્ર પુરુષાર્થ જાગે છે અને તે જ્યારથી સરુ પાસે આવી આરાધન કરે છે ત્યારથી સામાન્યપણે તે સાધુસાધ્વીજીનો પ્રત્યક્ષ સાથ લે છે. તેમના સાથથી આવા કલ્યાણનાં પરમાણુઓને તે ખેંચે છે, અને એ દ્વારા તે જીવ શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય અને શ્રી ઉપાધ્યાયજીનો પરોક્ષ સાથ મેળવે છે.
આવો સાધક જ્યારે આગળ વધી પોતે સાધુસાધ્વીરૂપ થાય છે ત્યારે તેને શ્રી ઉપાધ્યાયજીનો પ્રત્યક્ષ સાથ મળે છે અને શ્રી અરિહંત, શ્રી સિદ્ધ તથા શ્રી આચાર્યનો કલ્યાણનાં પરમાણુની પ્રાપ્તિ દ્વારા પરોક્ષ સાથ મળે છે. આ દશાએ એ સાધકને માર્ગની અંતરંગ જાણકારી કે માર્ગનાં ભેદરહસ્યોનું ઊંડાણ મળે છે. તે વખતે તેને પોતાનાથી નબળા જીવો પણ આ માર્ગને પામે તેવા કલ્યાણભાવ સહજતાએ ઊગે છે. આમ તે અન્ય સાધુસાધ્વી માટે કલ્યાણના ભાવ સહજતાએ વેદતો થાય છે. આ જ પ્રમાણે જીવ જ્યારે ઉપાધ્યાયજીની કક્ષાએ આવે છે ત્યારે તેને શ્રી આચાર્યજીનો પ્રત્યક્ષ સાથ અને શ્રી અરિહંત તથા શ્રી સિદ્ધનો પરમાણુરૂપે પરોક્ષ સાથે ઉપલબ્ધ થાય છે. એ વખતે તે સાધક સાધુસાધ્વીજી તથા પોતાથી નબળી કક્ષાએ રહેલા ઉપાધ્યાય માટે કલ્યાણભાવ વેદતો થાય છે. એ જ પ્રમાણે સાધક ઉત્તરોત્તર આગળ વધતો જાય છે તેમ તેમ તે જીવ સમસ્તના કલ્યાણભાવ વેદવાની ક્ષમતા મેળવતો જાય છે. તેને જ્યારે
૧૪૯