________________
કેવળી પ્રભુનો સાથ
પણ પરમાર્થલોભ કરે તો, એ ૫૨માર્થલોભ અને આચાર્યજીએ ભેળવેલા ૫૨માર્થલોભનો રસ - બંને આજ્ઞારૂપી ધર્મ અને આજ્ઞારૂપી તપમાં રહેલા હોવાથી એ સાધક જીવ પાસે ખેંચાઈને કાર્યસિદ્ધિ કરાવે છે. આ હેતુથી શ્રી સિદ્ધપ્રભુ પછી નમસ્કાર મહામંત્રમાં શ્રી આચાર્યજીને વંદન કરાય છે. આ સમજણથી નમસ્કાર મહામંત્રમાં રચાયેલો ક્રમ યથાર્થ લાગે છે.
આપણે સમજ્યા તે પ્રમાણે શ્રી સિદ્ધપ્રભુનો સર્વોત્તમ મહાસંવરનો માર્ગ નિત્યનિગોદમાં રહેલા જીવથી શરૂ કરી સિદ્ધ થતા શુદ્ધાત્મા માટે અનિવાર્ય છે. સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓને યોગ્ય રૂપ આપી અરિહંતપ્રભુએ પૂરેલા પોતાનાં કલ્યાણનાં પરમાણુઓને જનભોગ્ય બનાવ્યા હોય છે. તેમાં શ્રી આચાર્યજીએ જે પરમાર્થલોભનો રસ ભેળવ્યો હોય છે તે અતિશુદ્ધ અને ધોધસ્વરૂપ હોય છે તેથી શુદ્ધિની અમુક કક્ષાએ પહોંચ્યા પછી જ જીવને ઉપકારી થાય છે. તેથી જો કલ્યાણની પ્રક્રિયાને શ્રી આચાર્યજી સુધી જ સિમિત રાખવાની હોય તો જીવો ધોધસ્વરૂપને આકર્ષી શકે એ કક્ષાએ પહોંચ્યા પછી જ એ પરમાણુઓનું આકર્ષણ કરત. પરંતુ તેમ થવાથી જનજગતમાં ભેદભાવ ઉત્પન્ન થાત અને આચાર્યજીની કક્ષાની નીચેની અવસ્થાએ રહેલા જીવો માટે આ પરમાણુઓનું ગ્રહણ નિષિદ્ધ બનત, જે સિધ્ધનાં પરમાણુઓની નીતિ વિરુદ્ધ છે. એટલે આચાર્યથી થોડી નીચી કક્ષાના જીવોને માટે પણ એ પરમાણુઓ યોગ્ય થાય તે માટે અમુક અંશે શુદ્ધ સંસારસ્પૃહા પણ ભળેલી હોય તેવા પરમાર્થલોભના આજ્ઞારસની જરૂરિયાત ઊભી થાય છે. તે વખતે એ પરમાણુઓના સ્કંધમાં શ્રી ઉપાધ્યાયજીનો પરમાર્થલોભરૂપ આજ્ઞારસ ભળે છે.
શ્રી ઉપાધ્યાયજીએ સામાન્યપણે મિથ્યાત્વનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે, માટે પહેલા ચા૨ પદવીધારી સુધી જ સિદ્ધના આ પરમાણુઓ પ્રક્રિયા કરી ફેલાઈ શકે, આમ થાય તો પછી આ પરમાણુઓ ક્યારેય મિથ્યાત્વી જીવો સુધી પહોંચી શકે નહિ. આ અવરોધ દૂર કરવા જ્યારે આ પરમાણુઓમાં ‘સર્વ સાધુસાધ્વીનો' આજ્ઞારસ ઉમેરાય છે ત્યારે તેમાં મિથ્યાત્વી, ઉપશમ સમ્યક્ત્વી, ક્ષયોપશમ સમ્યક્ત્વી, ચોથા ગુણસ્થાને વર્તતા ક્ષાયિક સમ્યક્ત્વી અને પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને વર્તતા જીવોને
૧૪૮