________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ઉત્તમ યથાખ્યાત ચારિત્ર મેળવવા માટે નિસરણી મળે છે. પ્રેમરૂપ જાદુની મુખ્ય ચાવી પરમભક્તિથી શરૂ કરી પરાભક્તિની ઉત્તમ કક્ષામાં સ્થિર અને નિમગ્ન રહેવા સુધીમાં ગુપ્તપણે છૂપાયેલી છે. પ્રેમ એ આત્માના અન્ય ગુણથી જુદા એવા ચારિત્રમાં રહેવા ઉત્પન્ન થાય છે. ચારિત્રમાં પ્રેમની શુદ્ધિથી આત્મા પ્રેમને જ્ઞાન તથા દર્શનમાં ગૂંથે છે. પ્રેમ એ આત્માનો એવો અપૂર્વ ગુણ છે કે જે રાગ, દ્વેષ અને મોહાદિને છિન્નભિન્ન કરી, પરમ શાંતિ તથા સમતાને કેળવે છે. એ શાંતિ તથા સમતા પ્રેમના ધોરી માર્ગ દ્વારા અન્ય આત્મા સુધી અને ઉત્કૃષ્ટપણે લોકના સર્વ આત્મા સુધી પ્રસરે છે. પ્રેમ એ મૈત્રીની જનની છે. મૈત્રી એ પરમ મૈત્રીની જનની છે. પરમ મૈત્રી એ વીતરાગતાની જનની છે. અને પરમ વીતરાગતા એ પૂર્ણતાની જનની છે. પૂર્ણતા સિદ્ધિની જનની છે, તેમજ સિદ્ધિ એ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ, અવ્યાબાધ સુખ, કેવળજ્ઞાન, કેવળદર્શન, પરમ વીર્ય, અક્ષય સ્થિતિ, પૂર્ણ અગુરુલઘુત્વ સહિત પરમ આજ્ઞાંકિત એવં પૂર્ણ વીતરાગમય ક્ષાયિક ચારિત્ર અર્થાત પૂર્ણ યથાપ્યાત ચારિત્રની સત્વર પ્રાપ્તિ કરાવે છે.” “આમ પ્રેમનો માર્ગ એ ધૂરંધર માર્ગ છે. તેમાં માનરહિત, કર્તાપણાના ભાવરહિત, સહજતાએ લોકાલોકનું આધિપત્ય સમાય છે. પ્રેમ એ સર્વ સિદ્ધાત્માની આચરણા છે. પ્રેમ એ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતના પાંચ ભાગ અને પાંચ સમવાયને આત્માના પરમાત્મપદ સુધીના સર્વ આરાધનને અપૂર્વ આજ્ઞામાં ફેરવવા માટે મુખ્ય સેંગ (ભોમિયા)નું કાર્ય કરે છે. પ્રેમમાં કયાંય કદાગ્રહ કે દુરાગ્રહ નથી, પણ ઉપકારી મક્કમતા છે; હેષ, માયાકપટ, અહંકાર, લોભાદિ એક પણ દૂષણ નથી, પરંતુ ગુણસભર મક્કમતા છે. પ્રેમ પ્રેમને ગૂંથે છે.” પ્રેમની આ પ્રકારની અભુત અનુભૂતિ જીવને મળે છે ત્યારે તેને ભાવ ઉપજે છે કે, હે પ્રભુ! હું આ સંસારની અસારતા, ક્ષણિકતા, તથા એકાંત દુ:ખની પરંપરાથી થાકી ગયો છું. સર્વ શક્તિમાન પ્રભુ! મારા પર પરમ અનુગ્રહ
૧૨૭