________________
કેવળી પ્રભુનો સાથ
થાય છે ત્યારે તેની ભાવચર્યામાં અમુક ફેરફાર ભક્તિમાર્ગોને સહજતાએ થાય છે, અને અન્ય જ્ઞાનમાર્ગી, ક્રિયામાર્ગી તથા યોગાદિ માર્ગીને તેવો ફેરફાર કરવા શ્રમિક પુરુષાર્થ કરવો પડે છે.
સામાન્ય રીતે રાગદ્વેષને કારણે ઉત્પન્ન થતા વેરને તોડવા જતાં જીવ નવા વેરની જાળમાં ફસાતો હોય છે. આ જાળથી છૂટવું હોય તો જીવે વેરને તોડવું પડે છે, અને તે વેર પોતાની રીતે તોડવા જતાં સહેલાઈથી તૂટતું નથી, તે સહજતાએ શમતું નથી, કારણ કે એમાં જીવ રાગથી (કે દ્વેષથી) મૂળમાં જોડાયેલો હોય છે. આ અનિષ્ટ રાગને ક્ષીણ કરવા જીવે ઇષ્ટ રાગનો સહારો લેવો જરૂરી છે. તેથી સંસારના આ અનિષ્ટ રાગને છોડવા તેણે શ્રી પ્રભુએ દર્શાવેલા સત્સંવ, સદ્ગુરુ, સત્કર્મ તથા સન્શાસ્ત્રનો રાગ કેળવવો અભીષ્ટ બને છે. આ રાગ કેળવાતાં જીવ વિનયી થાય છે, કેમકે તેને અનુભવ થાય છે કે શ્રી પ્રભુ, સદ્ગુરુ આદિ પ્રતિ રાગ કરવાથી એને અપૂર્વ સુખ તથા શાંતિ અનુભવાય છે. આ અનુભવના લીધે તેને આંતરસ્કૂરણા થાય છે કે મારે હવે શ્રી પ્રભુ પ્રતિ રાગ વધારવો છે અને તેને શુધ્ધ કરતાં કરતાં પ્રેમમાં પલટાવવો છે. આવું પ્રેમામૃત પામવા તે જીવને શ્રી પ્રભુ જણાવે તે સર્વ આજ્ઞા પાળવાના ભાવ ઉપજે છે. આમ શ્રી પ્રભુ પ્રતિનો તેનો વિનય કેળવાતો જાય છે. આ રીતે પ્રભુ પ્રતિનો રાગ જેમ જેમ વધતો જાય છે, તેમ તેમ તેનો પ્રભુ પ્રતિનો વિનય પણ વધતો જાય છે. વિનયની વર્ધમાનતા સાથે તેનું આજ્ઞાધીનપણું વધતું જાય છે. પરિણામે તે જીવ સહજતાએ આજ્ઞારૂપી તપને આદરે છે. આજ્ઞારૂપીતા તેના પ્રભુ પ્રતિના રાગને પ્રેમમાં અને પછી શુધ્ધ પ્રેમમાં રૂપાંતરિત કરે છે. આમ પ્રભુ પ્રતિના રાગને વધારતા જઈ શુધ્ધ કરતા રહેવાથી જીવને ક્રમથી આત્મિક શુદ્ધિ મળે છે. અને તેના દ્વારા તે જીવ પરમાર્થિક સિદ્ધિને મેળવતો જાય છે. રાગ પ્રેમમાં પલટાતા તેને પ્રેમનો જાદુ અનુભવાય છે; તેને સમજાય છે કે,
“પ્રેમ એ પ્રમોદભાવ, વિનયભાવ અને અહોભાવથી ઉપજતો અપૂર્વ ભાવ છે. પૂર્ણ પ્રેમ એ સર્વ અપેક્ષારહિત, માત્ર આજ્ઞારાધન પ્રાપ્ત કરવા અને પાળવા માટે આત્માને ઉત્તમ કક્ષા આપનાર છે, જેના થકી પરમાત્માનું
૧૨૬