________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
બીજો અયોગી પરિનિર્વાણ માર્ગ છે, તે શ્રી કેવળી પ્રભુને યોગનો ક્ષય કરાવે છે. આ માર્ગ કેવળી સમુદુધાત વખતે પ્રભુનાં સર્વ કર્મોને સમકાળના કરાવી મોક્ષમાં જવાનો માર્ગ આપે છે. અને સમુદ્ધાત કર્યા પછી પ્રભુ મન, વચન તથા કાયાના ત્રણે યોગને સંધી, તેનો ક્ષય કરી પૂર્ણ શુદ્ધ થઈ સિદ્ધભૂમિમાં સિદ્ધાત્મા રૂપે સ્થિર થાય છે. આ માર્ગ મુખ્યતાએ ચૌદમા ગુણસ્થાને વર્તે છે.
આ પાંચે માર્ગની અતિ સામાન્ય જાણકારી જીવને ઉપશમ સમકિત લીધા પછી મળતી જાય છે, તેમજ તેના યોગ્ય પુરુષાર્થને કારણે તેની ક્ષયોપશમ સમકિત લેવાની તૈયારી પણ ક્રમે ક્રમે થતી જાય છે.
ભક્તિમાર્ગ સિવાયના બાકીના ચાર માર્ગમાં એટલે કે આજ્ઞામાર્ગ, નિર્ગથમાર્ગ, નિર્વાણમાર્ગ અને પરિનિર્વાણ માર્ગમાં અમુક કાર્ય પૂર્ણ આજ્ઞાએ થાય છે અને અમુક કાર્ય સ્પૃહા એટલે ભક્તિ સહિત થાય છે, તે કઈ રીતે છે તેનો આપણે વિચાર કરીએ.
ભક્તિમાર્ગમાં સસ્પૃહ ભક્તિ હોય છે. એટલે જીવનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એ પાંચે સમવાય અપૂર્ણ આજ્ઞામાં અર્થાત્ સ્પૃહા સહિત હોય છે.
આજ્ઞામાર્ગમાં જીવ ભાવથી પૂર્ણ આજ્ઞામાં વર્તે છે, પરંતુ તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભવ સસ્પૃહ ભક્તિવાળા હોય છે, અર્થાત્ અપૂર્ણ આજ્ઞામાં પ્રવર્તતાં હોય છે.
નિર્ગથમાર્ગમાં જીવ, દ્રવ્ય અને ભાવથી પૂર્ણ આજ્ઞામાં વર્તતો હોય છે, પણ તેનાં ક્ષેત્ર, કાળ અને ભવ સસ્પૃહ ભક્તિવાળાં અર્થાત્ અપૂર્ણ આશામાં પ્રવર્તતાં હોય છે. - નિર્વાણમાર્ગમાં રહેલો આત્મા દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવથી પૂર્ણ આજ્ઞામાં પ્રવર્તે છે, ત્યારે કાળ અને ભવથી તેને ભક્તિમાર્ગ રહે છે; અર્થાત્ અલ્પાંશ અપૂર્ણતા વર્તે છે.
સયોગી પરિનિર્વાણ માર્ગે આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, બે સમયથી વધારેનો કાળ અને ભાવથી પૂર્ણજ્ઞામાં રહે છે, ત્યારે ભક્તિમાર્ગમાં તે આત્મા એક સમય માટે યોગ સાથે જોડાય છે તે કાળે તથા ભવથી રહે છે. અને અયોગી પરિનિર્વાણ માર્ગમાં રહેલો આત્મા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તથા ભવથી પણ પૂર્ણ આજ્ઞામાં રહે છે. તે પછીના જ સમયે તે આત્મા પૂર્ણજ્ઞામાં રહી સિદ્ધ થાય છે.
૧૧૫.