________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
ભક્તિ એ કલ્યાણભાવને માર્ગ આપવા માટે તથા કલ્યાણના પરમાણુઓને આત્મા પર આવી એકઠા થવા માટે આવાહન આપે છે. ભક્તિમાર્ગ અસંજ્ઞીપણામાં તથા સંજ્ઞીપણામાં પહેલા ગુણસ્થાનથી શરૂ કરી પાંચમા ગુણસ્થાનના મધ્યભાગ સુધી મુખ્યતાએ વર્તે છે.
બ. આજ્ઞામાર્ગ આજ્ઞામાર્ગ એટલે જે માર્ગમાં જીવ અંતરંગથી પોતાનાં મન, વચન તથા કાયાને સર્વ સદ્ગુરુનાં શરણમાં સોંપે છે, પોતાની મતિકલ્પનાને અલ્પ તથા ન્યૂન જાણી, તેને તે ત્યાગતો જાય છે, અને પોતે માત્ર પરમ સેવક તથા ઉપાસકરૂપે પોતાની અંતરંગ ચર્યાને ઘડતો જાય છે. આજ્ઞામાર્ગ પાંચમા ગુણસ્થાનના મધયમભાગથી શરૂ કરી છઠ્ઠા ગુણસ્થાનના અંત સુધી કાર્યરત રહે છે; ભક્તિ વધારે શુધ્ધ થવાથી આજ્ઞા ઉત્પન્ન થાય છે. આજ્ઞામાર્ગનો મૂળ પાયો વિનય છે; જીવમાં જેટલો વિનયભાવ વધારે તેટલો વિશેષ તે આજ્ઞામાર્ગ આરાધી શકે છે. આ માર્ગમાં જીવ અવિરતિ એટલે કે સ્વચ્છંદનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય કરે છે. આ માર્ગનો મુખ્ય હિસ્સો છઠ્ઠા ગુણસ્થાનના અંત સુધી છે, પરંતુ તે પછીની અવસ્થામાં તે ભક્તિ તથા આજ્ઞામાર્ગ અન્ય માર્ગ સાથે એકરૂપ થઈ પોતાનો ફાળો આપતા રહે છે, તે વિલીન થતા નથી.
ક. નિર્ગથમાર્ગ નિગ્રંથમાર્ગમાં જીવ પોતાનાં આંતરબાહ્ય સમૃદ્ધિ, શકિત, વૈભવ આદિનું મમત્વ ત્યાગી, તેને શ્રી સત્પરુષને અર્પણ કરી દે છે. અને તે પુરુષ સાથે એકરૂપ થઈ, સ્વચ્છંદનો રોધ કરી, પોતાના અસ્તિત્વને સપુરુષમાં સમાવી દે છે. જેથી તેનો કર્યાશ્રવ અતિ અલ્પ તથા કર્મનિર્જરા વિસ્તૃત થતી જાય છે. નિર્ગથમાર્ગ સાતમા ગુણસ્થાનના પ્રારંભથી શરૂ કરી, તેના અંત સુધી મુખ્યતાઓ પ્રવર્તે છે, અને તે પછી આ માર્ગ સહાયકરૂપે રહી પોતાનું કાર્ય કરતો રહે છે. નિર્ગથમાર્ગનાં આચરણથી જીવ પોતાના પ્રમાદનો ઉપશમ, ક્ષયોપશમ તથા ક્ષય કરતો જાય છે.
૧૧૩