________________
કેવળી પ્રભુનો સાથ
કર્મ બંધાવાનાં પાંચ કારણો – મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ – ને ઉપશમાવવા, ક્ષયોપશમ કરવા તથા ક્ષય ક૨વા માટે શ્રી જિનેશ્વરદેવે પાંચ માર્ગની પ્રરુપણા કરી છે
અ. ભક્તિમાર્ગ, જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ તથા યોગમાર્ગ.
બ. આજ્ઞા માર્ગ.
ક. નિગ્રંથ માર્ગ.
ડ. નિર્વાણ માર્ગ.
ઈ. પરિનિર્વાણમાર્ગ – જેનાં બે ભાંગા છે : (અ) સયોગી પરિનિર્વાણ માર્ગ અને (બ) અયોગી પરિનિર્વાણ માર્ગ.
અ. ભક્તિમાર્ગ
મિથ્યાત્વને ઉપશમાવવા માટે, ક્ષયોપશમ કરવા માટે તથા ક્ષય કરવા માટે ભક્તિમાર્ગ એ ઉત્તમ માર્ગ છે. અન્ય માર્ગ જેવાકે જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ તથા યોગમાર્ગ ઇત્યાદિ દ્વારા મિથ્યાત્વને છોડી શકાય છે, પણ તેમાં જીવને ઘણો વિશેષ પુરુષાર્થ કરવો પડે છે. કેમકે તેમાં જીવને માર્ગદર્શક ભોમિયા તરીકે ઉત્તમ આત્મા મળે કે ન મળે, એટલું જ નહિ પણ માર્ગદર્શક પ્રતિ તેને ઉત્તમ ભાવ રહે અથવા ન પણ રહે, જે કાર્યસિદ્ધિ માટે સ્વપુરુષાર્થની બળવત્તરતા માગે છે. અને તેમાંથી સાધકને માનભાવ નિષ્પન્ન થવાનો ઘણો મોટો સંભવ રહે છે. ત્યારે શ્રી જિનેશ્વરદેવ પ્રરૂપિત ભક્તિમાર્ગમાં સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સત્શાસ્ત્રો માટે સાધકને અહોભાવ, પૂજ્યભાવ, પ્રેમભાવ, વિનયભાવ, શ્રદ્ધાભાવ, અર્પણભાવ તથા આજ્ઞાભાવ સતત વધતી માત્રામાં વેદાય છે. ભક્તિમાર્ગ એ અન્ય માર્ગો કરતાં ઘણો ચિડયાતો છે તે આપણે પૂર્વે જાણ્યું છે. ભક્તિમાર્ગમાં કલ્યાણનાં પરમાણુઓ પ્રત્યે અને પોતાના સદ્ગુરુ પ્રત્યે જે રાગભાવ ઉત્પન્ન થાય છે, તે મિથ્યાત્વરૂપી મહાશત્રુને બાળવા માટે પરમ અને પૂર્ણ ઇંધનનું કામ કરે છે. કલ્યાણભાવ એ ભક્તિની જનની છે, અને
૧૧૨