________________
આત્મિક શુદ્ધિથી પરમાર્થિક સિદ્ધિ
૬. નિશ્ચયથી વ્યવહાર સમકિતની પ્રાપ્તિ અંતવૃત્તિસ્પર્શ કર્યા પછી જ્યારે તે જીવને સંજ્ઞી પંચેન્દ્રિયપણે ફરીથી શ્રી તીર્થકર પ્રભુનો યોગ થાય છે ત્યારે શ્રી પ્રભુનું ઉત્તમ કલ્યાણદાન જીવના અંતરંગ પુરુષાર્થને સક્રિય કરે છે, અને તે જીવનો મિથ્યાત્વને દબાવવાનો પુરુષાર્થ વધે છે. એક સમય માટે તેણે અનુભવેલી દેહ તથા આત્માની ભિન્નતા સમય સમય વધતાં આઠ સમયની ભિન્નતા સુધી પહોંચે છે. અને જ્યારે તે જીવ દેહથી આઠ સમય માટે ભિન્ન રહી શકે છે ત્યારે તે નિશ્ચયથી વ્યવહાર સમકિત પામ્યો ગણાય છે. આ કાર્યસિદ્ધિ થવામાં જો કે મુખ્ય ફાળો શ્રી તીર્થંકર પ્રભુનો છે, કેમકે જીવને તો સમયસમયનું જ્ઞાન જ એ વખતે સંભવતું નથી, તેમ છતાં આગળ જણાવ્યા પ્રમાણેનો સંવરનો માર્ગ જીવથી આરાધાતો હોવાથી, તેના પુરુષાર્થની પણ નોંધપાત્ર ગણતરી કરવાની રહે છે. આ આઠ સમય સુધી પહોંચવામાં તે જીવની જે આત્મશુદ્ધિ થાય છે, તેને આધારે તેને નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવવા રૂપ પરમાર્થ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
નિશ્ચયથી વ્યવહાર સમકિત મેળવવા સુધીની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં શ્રી તીર્થકર પ્રભુ સિવાય અન્ય કોઈ આત્મા સમર્થ થતા નથી. તેનાં કારણો આ પ્રમાણે વિચારી શકાય. કોઈ પણ છદ્મસ્થ જીવને એક સમયનું જ્ઞાન સંભવતું નથી, તેથી તેમની સહાય દેહાત્માની ભિન્નતાને એક સમયથી વધારી આઠ સમય સુધી પહોંચાડવામાં કાર્યકારી થતી નથી. વળી અન્ય કેવળ પ્રભુએ જીવ સમસ્ત માટેના કલ્યાણભાવ છદ્મસ્થ અવસ્થામાં કર્યા હોતા નથી, તેથી એ પ્રકારનું સામર્થ્ય તેમનામાં પ્રગટતું નથી. જો કે ગણધર કેવળી પ્રભુએ જીવ સમસ્તના કલ્યાણના ભાવ જરૂર સેવ્યા હોય છે, પરંતુ તેમનામાં રહેલા કર્તાપણાના ભાવને કારણે તેમનું કલ્યાણકાર્ય છદ્મસ્થ અવસ્થામાં જ પૂરું થઈ જાય છે, અને તેથી તેઓ પૂર્ણ અવસ્થાએ આ કાર્ય કરતાં નથી. તે ઉપરાંત બીજું એ પણ કારણ છે કે તેમના કલ્યાણભાવ સ્વતંત્ર નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુના આશ્રયે કરેલા હોવાથી, આ સમર્થતા આવવામાં અપૂર્ણતા આવે છે. ત્યારે બીજી બાજુ શ્રી તીર્થંકર પ્રભુએ સેવેલા “જીવ સમસ્ત’ માટેના કલ્યાણભાવ સ્વયંસ્કૂરણાથી,