________________
કેવળી પ્રભુનો સાથ
સવ્વ પાવ પણાસણો પરમેષ્ટિ ભગવંતને ઊંડા ભાવથી નમસ્કાર કરવાથી જીવનાં સર્વ પાપકર્મનો નાશ થાય છે. પરમેષ્ટિનાં શરણે જવાથી, તેમનું આધિપત્ય સ્વીકારવાથી, જીવ તેમનાં છોડેલાં કલ્યાણનાં પરમાણુઓ વિશેષ સંખ્યામાં ગ્રહણ કરી શકે છે. તે સ્કંધો આત્મા પરના અશુભ કર્મોને જલદીથી ખેરવે છે અને જીવને શુભ અવલંબનમાં લઈ જઈ નવાં આવતાં અશુભ કર્મોથી રક્ષણ કરે છે. આમ શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતની કૃપાથી મળેલા આસનની આસપાસ રક્ષણ કરનાર મજબૂત કિલ્લો રચાય છે, જેનાં કારણે નવાં કર્મો આત્મા પર સહેલાઈથી પ્રવેશી શકતા નથી. હે ભગવંત! અમારી આસપાસ પણ આવા ઉત્તમ કિલ્લાની રચના થાઓ, કે જે નવાં બંધાતાં કર્મોથી અમારું રક્ષણ કરે.
મંગલાણં ચ સવ્વસિં આ નમસ્કાર મંત્ર સર્વથા કલ્યાણકારી છે, તેના પ્રભાવથી કિલ્લાના ફરતી ઊંડી આગઝરતી ખાઈની રચના થાય છે, જેને કારણે નવાં બંધાતાં અશુભ કર્મો એ ખાઈમાં બળીને ખાખ થઈ જાય છે, આત્મા સુધી પહોંચી શકતાં નથી. જ્યારે કલ્યાણનાં પરમાણુઓ વિશેષ સંખ્યામાં પ્રહાય છે ત્યારે આત્માનું અશુભભાવથી એટલી મજબૂતાઈથી રક્ષણ થાય છે કે નવું કર્મ બંધાતાં અટકી જાય છે. આત્મપ્રદેશને ફરતું કલ્યાણભાવનું કવચ રચાય છે, જે દબાયેલાં કર્મને પ્રદેશોદયથી વેદાઈને ખરવાની ફરજ પાડે છે, અને નવાં કર્મબંધનો નિષેધ થાય છે. મંત્રના આવા પ્રભાવથી અમારે માટે પણ કિલ્લાના ફરતી આવી ખાઈની રચના હે પ્રભુ! તમારી કૃપાથી થાઓ. જે અમારામાં પ્રમાદને પ્રવેશવા ન દે.
પઢમં હવઈ મંગલમ આ રીતે જોતાં સર્વ કલ્યાણકારી તત્ત્વોમાં નમસ્કાર મંત્ર અગ્રસ્થાને છે. તેના સતત ભાવપૂર્વકના રટણથી કિલ્લા ઉપર રક્ષણકારી છત્રની રચના થાય છે. જેના લીધે
૭૮