________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
શુધ્ધ પુરુષાર્થના આધારે તમે કર્મ સામે વિજયી થઈ રહ્યા છો; એ જાણીને અમારા બંને બાહુનું રક્ષણ કરવા અમે તમને વિનંતિ કરીએ છીએ. અમારા હાથમાં ઉત્તમ ધર્મરૂપી શસ્ત્ર આપી અઘાતી કર્મ સામે લડવા અમને અખૂટ વીર્ય તથા શુભ ભાવ આપો. જેથી કોઈ પણ અઘાતી કર્મ અને પીડવા શક્તિશાળી થઈ શકે નહિ, એટલું જ નહિ પણ અમે આપના કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરી, ઉત્તમતાએ આરાધન કરી, અમારા પૂર્વ સંચિત અશુભ કર્મોને આપની કૃપાથી શુભમાં પલટાવી, શુધ્ધમાં પરિણમાવવાનો પુરુષાર્થ પ્રમાદ વિના કરતા રહીએ.
સમો લોએ સવ્વ સાહૂણં આ લોકના સર્વ સાધુસાધ્વીજી! તમને ખૂબ ભાવથી વંદન કરી, અમારા પગની રક્ષા કરવા અમે તમને વિનંતિ કરીએ છીએ. તમે સહુ શ્રી જિનપ્રભુ પ્રકાશિત, આચાર્યજીએ આચરેલા અને ઉપાધ્યાયજીએ ભણાવેલા આત્મધર્મનું પાલન કરી, કર્મથી છૂટતાં છૂટતાં ત્વરિત ગતિએ મોક્ષમાર્ગમાં ચાલી રહ્યા છો. એ જ રીતે અમારા પગનું રક્ષણ કરી, તમારા કલ્યાણાભાવના પરમાણુઓનું દાન આપી, પ્રમાદ રહિત બનાવી, અમને પણ મોક્ષમાર્ગમાં શીધ્રગતિથી ચલાવો એ જ પ્રાર્થના છે. તમારા વિશાળ સમૂહની કૃપાથી અમારા મોક્ષમાર્ગની સફર નિર્વિને પૂર્ણ થાઓ એ જ માગણી કરીએ છીએ.
એસો પંચ નમુક્કારો આ પાંચ પરમઇષ્ટ ભગવંતને ભાવથી નમસ્કાર કરવાથી, સંસાર સમુદ્ર સહેલાઈથી તરી શકાય તેવી મજબૂત આસનરૂપ નાવની પ્રાપ્તિ થાય છે. પાંચે ભગવંતોએ છોડેલા કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરી આત્મા કર્મ સામે લડવા અમોઘ શક્તિ પ્રાપ્ત કરે છે. હે પરમેષ્ટિ! આપની કૃપાથી અમને પણ આવા મજબૂત આસનની પ્રાપ્તિ થાઓ અને સંસાર પાર ઉતારો.
૭૭