________________
(જૈનદર્શન અને ગાંધી વિચારધારા
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
શ્રીમદ્ રાજચંદ્રને.... અંતરંગ દશાની કથા
મહાત્મા ગાંધીજીને....
માનવ કવિ
રાજ તારું આવવું આ અવની પરે શું કહું ? જાણે કોઈ ભૂલા પડેલા ફરિસ્તાની કથા છે. અમે જાણો, બહારથી તને, તે તો અધૂરો છે, દેહથી તું દુબળો ને ફિક્કો, ભીતરથી મધુરો છે. ઝવેરાતના વેપાર તારા, આંખથી દેખાય છે, સોદા બધા ત્રિરત્નના, ત્યાં અંતરંગે થાય છે. તારી કથામાં દેહને, સગપણ તણી ટપકે વ્યથા છે, નિર્મળતાથી ભરેલી, તારી અંતરંગ દશાની કથા છે.
ઉપવનની કેડીએ ચાલતા બાપુ ત્યાંતો,
કોઈક એક સ્વરે એને રોક્યા. નિરસ ઓ માનવી ! ચાલ્યો ક્યાં જાય?
આ બાગની વસંત બોલાવે. હસતાં ફૂલડાને ગાતાં બુલબુલ તને,
કોયલનો સુર ના રોકે ? શીળી મીઠી છાંયડી, આંબાની ડાળની
તું તાપ મહી કેમ ચાલ્યો જાયે? સુંદર ઝરણાનાં ખળખળતા નીર,
તુંજ હૃદય કવિત ના છૂરે? દર્દીલા કંઠથી એ માનવી બોલ્યો
મારા દેશમાં દાવાનળ લાગ્યો. મારા બાંધવ બધાં બળતાં અગનમાં,
ને હું કેમ છાંયડે બેસું? મારા તે બાગમાં આવશે વસંતને,
ઊડશે આઝાદીમાં પંખી. ફૂલડાની જેમ મારા બાંધવ હસશે,
ને કોયલની જેમ બેન ગાશે જે દિ' આ બંધન બેડીઓ છૂટશે,
તે દિ’ હૃદય કવિતા ગાશે.
- ગુણવંત બરવાળિયા ગુંજન' (૧૮૬)
ઉરમાં તવ ગીતના “ગુંજન” તણા સુરો રહે છે, એ જ આ સંસાર સાગરનો તરાપો છે. અધ્યાત્મના આ માર્ગને ચીંધી અલૌકિક જે દિશા છે, એ જ દિશાથી તમારા ધામમાં કરવા હવે મુકામ છે.
- ગુણવંત બરવાળિયા “ગુંજન’
(૧૮૫)