________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
“જિનધર્મ અને ગાંધી વિચારધારા” આ વિષયમાં જેમને જન્મથી જૈનકુળ, જિનધર્મ ન મળ્યો છતાં જિનધર્મથી પ્રભાવિત થયા હતા અને ઉપરોક્ત પાંચ સિદ્ધાંતોને જીવનમાં અપનાવ્યા હતા, તેવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીજીની જિનધર્મને અનુરૂપ વિચારધારાને સાંકળી લીધી છે... વિષયની પસંદગી કરનારને ધન્યવાદ !
મહાત્મા ગાંધીજી અંતઃકરણના ભાવોપૂર્વક જિનધર્મના સિદ્ધાંતો સાથે સંમત હતા. સૌરાષ્ટ્રના પોરબંદર શહેરના મોઢવણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રી મોહનલાલ કરમચંદ ગાંધીનું જીવન અત્યંત સાદગીભર્યું હતું.
“Simple living and high thinking” આ વાક્ય એમના જીવનમાં સાંગોપાંગ સાકાર થયું હતું. જ્યાં પણ મહાત્મા ગાંધીજીના ફોટા કે સ્ટેચ્યુ જોઈએ ત્યાં પહેલી નજરે જ તેમનો નિષ્પરિગ્રહ ભાવ – માત્ર ધોતી પહેરેલા, સૂકલકડી કાયાવાળા ગાંધીજીની સાત્ત્વિકતા, પવિત્રતા, સત્યનિષ્ઠતા દાદ માંગે તેવા હતા. જીવન જરૂરિયાતની ઓછામાં ઓછી વસ્તુઓનો તેઓ ઉપયોગ
કરતા.
પરદેશ જતી વખતે જિનધર્મના સંત પાસે માંસાહાર ન કરવું અને દારૂપાન ન કરવું તેવી પ્રતિજ્ઞા કરી હતી, સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રતિજ્ઞાને અણિશુદ્ધ પાળી હતી.
શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજી સમકાલીન હોવાથી પરસ્પર મળ્યા હોવાના ઘણા ઉલ્લેખો મળે છે. શ્રીમદ્જીની આધ્યાત્મિક વિચારસરણીથી ગાંધીજી ખૂબજ પ્રભાવિત થયા હતા. તાજેતરમાં એક નોટબુકના કવરપેજ પર આ બન્ને મહાપુરુષોના ફોટા જોયા. શ્રીમદ્ભુ એમની આગવી સ્ટાઈલથી સાદા પરિધાનમાં અને ગાંધીજી સુટ પહેરેલા, બાજુબાજુમાં બેઠેલા અને બાજુમાં (૧૮૧)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
એક વાક્ય લખેલ હતું, “આ પુરુષે (શ્રીમદ્ રાજચંદ્રએ) ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈપણ માણસે મારા હૃદય પર એવો પ્રભાવ પાડ્યો નથી.’’ આ વાક્ય પરથી લાગે કે શ્રીમદ્ઘના સત્સંગથી શ્રી ગાંધી બાપુ કેવા પ્રભાવિત હશે !
અમે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમારા ટીચર ગાંધી બાપુના ત્રણ વાંદરાઓ પૂતળું બનાવી એક કાવ્યપંક્તિ શિખવતા કે, “ગાંધી બાપુના હો ડાહ્યા ત્રણ વાંદરા,
ખોટું બોલાય નહીં, ખોટું સંભળાય નહીં,
ખોટું જોવાય નહીં હો... ડાહ્યા ત્રણ વાંદરા...”
બાળકોને વાંદરા જોવા ગમે. વળી, એક વાંદરાએ મોંઢા પર હાથ રાખ્યા હોય, એક વાંદરાએ બન્ને કાન પર એક એક હાથ રાખ્યો હોય, ત્રીજાએ બન્ને આંખ પર એક એક હાથ રાખ્યો હોય. અમારા ટીચર એક્શન કરાવતા
કરાવતા અને ખરાબ ન જોવાના સંસ્કારો આપતા, સમજાવે કે જુઓ ! આ ત્રણેય વાંદરાઓ કરે છે તેમ કરવાનું !... “પુરા મત ચોલો ! ચુરા મત સુનો ! પુરા મત વેચ્યો !’’
ગાંધીજીના સમયમાં ભારતમાં અંગ્રેજો અનુશાસન કરતા હતા. ‘ક્વીટ ઈન્ડિયા’ ની ચળવળ ઉપાડી હતી. મહાપુરુષો બોલે તે મંત્ર બની જાય, મહાન સંતો બોલે તે સ્તોત્ર બની જાય અને તીર્થંકરો બોલે તે શાસ્ત્ર બની જાય. ભાષા પર પ્રભુત્વ, જબરદસ્ત સંકલ્પ બળ. “ગે યા મરેંગે'' આવું કૃતનિશ્ચયીપણું! આ ત્રણેયના સમન્વયથી એમણે ભારતને સ્વતંત્રતા અપાવી.
ગાંધીજી અહિંસામાં ભારે આસ્થા ધરાવતા. તેઓ કહેતા કે, જ્યાં શોષણ ત્યાં હિંસા, જ્યાં અન્યાય ત્યાં હિંસા. યંત્રવાદ સાથે સંકળાયેલા
(૧૮૨)