________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
સંતબાલજી વિરક્ત જીવન ગાળતા. સન્યાસીના ધર્મો અને જૈન સિદ્ધાંતોનું સંયોજન તેમનામાં હતું. ફરતા, ભિક્ષા માગતા, સેવા કરતા. સમાજથી દૂર વસવા છતાં સમાજથી વિમુખ ન હતા. ભાલ-નળકાંઠાના ઉજ્જડ વિસ્તારના ગરીબ-અજ્ઞાન લોકોને માતૃવત્ ચાહતા, હિંમત આપતા. શાહુકારજમીનદારની સામે પડતા. ભૂવા-બાવાઓનો વિરોધ કરતા. રચનાત્મક કામોના કેન્દ્ર સ્થાપતા. ગરીબો, સ્ત્રીઓ આત્મગૌરવથી જીવી શકે તે માટે ખાદી, ગ્રામોદ્યોગ, ખેતી-પશુપાલન, પંચાયત, લોકઅદાલત વગેરે કામ કરતા. સંગઠિત થઈ વિકાસ કરવાની શીખ આપતા.
સંતબાલજીનો સર્વધર્મ સમભાવ, માનવધર્મ પર ઊભેલી સમાજરચનામાં વિસ્તર્યો હતો. તેમનું તપ સમાજ માટે હતું. સત્યની, ન્યાયની સ્થાપના માટે હતું. ‘સાધુ–સન્યાસીનો ધર્મ એ છે કે તે સમાજમાં ફેલાયેલી બદીઓ દૂર કરે.' રામાયણ, મહાભારત, ગીતા, જૈન સિદ્ધાંતો લોકોને સમજાય તેવી ભાષામાં કહેતા. સર્વધર્મોને તેમણે માનવસેવા અને માનવગૌરવમાં સમાવી દીધા હતા.
મહાત્મા ગાંધી, આચાર્ય વિનોબા ભાવે અને મુનિ સંતબાલજી - આ ત્રણેય વિભૂતિઓએ પોતાની રીતે માનવસેવાનો માર્ગ કંડાર્યો તે આપણે જોયું. તેમને પ્રેરનાર અને પ્રેરક બનાવનાર તત્ત્વ એક જ હતું - માનવકલ્યાણ. ચંડીદાસના શબ્દો ‘સોબોર ઉપર માનુષ સત્ય' એ જ તેમની સર્વધર્મ સમભાવ સાધના હતી.
(૧૭)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
જિનધર્મ અને ગાંધી વિચારધારા
- પૂ. ઊર્મિલાબાઈ મ.સા.
(ગોંડલ સંપ્રદાયના પ્રાણપરિવારના ધ્યાનયોગી પૂજ્ય હસમુખમુનિના આજ્ઞાનુવર્તી પૂ. ઊર્મિલાબાઈ સ્વામીએ રત્નાકર પચ્ચીશીના વિવૃત્તિનો ગ્રંથ લખ્યો છે, ઉપરાંત ગુરુપ્રાણ આગમ બત્રીશીના સહસંપાદિકા છે.)
જગતની ઋદ્ધિ કરતાં જિનધર્મની સમ્યક્ ઋદ્ધિની મહત્તા જીવદયા, અહિંસા અને કરુણાના કારણે છે.
અહિંસાના પાયા પર ઊભેલી જિનધર્મની ઈમારતના એક એક સ્ટેપને જોઈએ. જયાં અહિંસા છે ત્યાં વિચાર, વાણી, વર્તનમાં સત્યતાના જરૂર દર્શન થાય. સત્ય શું છે ? “સત્ત્વે થ્રુ મળવં’” સત્ય તો ભગવત્ સ્વરૂપ છે. પ્રતિક્રમણ સૂત્રના પાંચમા શ્રમણસૂત્રમાં કહ્યું છે કે, “નિપંચ પાવવાં સર્જા, ગળુ હેલિયં, પહિપુŘ .....' અર્થાત્ નિગ્રંથ પ્રવચન (તીર્થંકરની વાણી) સત્ય છે, અચળ (સર્વશ્રેષ્ઠ), કેવલ પ્રરૂપિત, પ્રતિપૂર્ણ આદિ. ઘણા વિશેષણો યુક્ત છે. વળી એવું છે કે, “તમેવ સર્જા નિઃશં ં, નં નિળેä વેડ્યું' તે જ સત્ય છે, જે જિન પ્રરૂપિત છે.
યદ્યપિ આ કથન સર્વમાન્ય ન પણ હોય, તેથી એવો પ્રશ્ન ઉદ્ભવી શકે કે, “જિનેશ્વરો કહે તે સત્ય જ હોય એવું કેમ કહી શકાય ?’’ તેના જવાબમાં આગમ શાસ્ત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર શાખ પૂરે છે કે, અસત્ય બોલવાના ચાર કારણો છે. “સે હોદ્દા વા, લોહા વા, મયા વા, જ્ઞાસા વ” એટલે કે ક્રોધ, લોભ, ભય, હાસ્ય (હાંસી-મજાક) થી વ્યક્તિ અસત્ય ભાષણ કરે. તીર્થંકરોને મોહનીયકર્મની અનુપસ્થિતિમાં ક્રોધાદિ ચારેય કારણો વિદ્યમાન ન હોવાથી તેઓ જે બોલે તે સર્વથા સત્ય હોય.
(૧૭૮)