________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા કાંતેલ સુતરમાંથી જ વણાયેલી ખાદીના વસ્ત્રો વાપરતા, તેમજ હાથે દળેલા લોટની જ બનાવેલી ભિક્ષા લેતા. દરેક વસ્તુનો ઉપયોગ પોતે કરકસરથી કરતા. વળી સ્વચ્છતા, સુઘડતા, નિયમિતતા, વ્યવસ્થિતતા, વચનપાલન, શિસ્તપાલન, નીડરતા, સ્પષ્ટવક્તા જેવા નાના મોટા કેટલાય સગુણો ગાંધીજીની વિચારસરણીને ઘણે અંશે મળતા આવતા હતા. તેઓ શુદ્ધ ખાદીના વસ્ત્રો પહેરતા એટલું જ નહીં પણ એ અંગે અહિંસા ધર્મની સમજૂતી આપતા અને લોકોની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કરતા તેમ જ ગ્રામોદ્યોગ જેના મૂળમાં બીજા ઉદ્યોગો કરતા ઓછી હિંસા છે તેનો પણ પ્રચાર કરતા લોકોને સમજાવતા.
ગાંધીયુગમાં તેઓ જીવ્યા અને ગાંધીજીના શ્રમજીવન, સ્વદેશી વ્રત, અસ્પૃશ્યતા વગેરે સમાજ સુધારોના વિચારોના રંગે રંગાયા હતા. શ્રમથી શરીર સ્વાથ્ય સુંદર રહે તેમજ બહેનો ફરીથી ગૃહસ્થ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજે તે હેતુથી હાથની ઘંટીથી દળેલા લોટના રોટલા-રોટલી જ ગોચરીમાં સ્વીકારતા. પ્રકૃતિને પ્રતિકૂળ તેમજ સાધનામાં બાધક આવે તેવી સરસ મોહક ખાવા-પીવાની ચીજ લેવા માટે ગમે તેટલો કોઈ આગ્રહ કરે તો પણ તેઓ કદી લલચાતા નહિ. તેવી જ રીતે પોતાનું કામ જાતે જ કરતા, શિષ્યોને કરવા આપતા નહિ.
હિન્દુ સમાજમાં રહેલ અસ્પૃશ્યતાના તેઓ કટ્ટર વિરોધી હતા. કહેતા કે, હિન્દુ સમાજે ગંદકી કરનારને ગંદકી સાફ કરનાર કરતા ઊંચો ગણ્યો છે, તેનું મેલું ઉપાડનારને અસ્પૃશ્ય કહી તિરસ્કાર્યો છે. એટલું જ નહિ, પણ જો તે અસ્પૃશ્ય હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ કે ખ્રિસ્તી બને તો તેની સાથે બોલવા-ઉઠવામાં જરા પણ વાંધો ન આવે અને તે અસ્પૃશ્ય મટી જાય. આ કેવી મૂર્ખાઈ ગણવી? તેવી જ રીતે યંત્રવાદનો પણ વિરોધ કરતા. તેઓ માનતા કે લાખો શ્રમજીવીઓના પેટ પર પાટુ મારી એક પૂંજીપતિ ગણ્યા-ગાંઠ્યા માણસો પાસે
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) યંત્રથી કામ લઈ ધનવાન બને છે અને અનેકોની રોજી-રોટી લૂંટી તેમને બેકાર બનાવે છે. આવો અપ્રામાણિક વ્યવહાર એ હિંસાનો જ એક પ્રકાર છે. જૈનધર્મ અહિંસા અને સત્ય પર આશ્રિત છે. તે સમાજમાં આવી અપ્રામાણિકતા ન હોવી જોઈએ, એમ તેઓ પોતાના ઉપદેશમાં અવારનવાર કહેતા અને ગ્રામોદ્યોગના વિકાસ માટે પ્રયત્નો કરતા. તેમજ સ્વદેશી એટલે કે દેશમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો એવો ઉપદેશ કટાક્ષરૂપે તેમણે પોતાની કાવ્યપ્રસાદીરૂપે આપ્યો. જેમકે,
‘સુખતણા સ્વદેશી સાધનો બધા તજયા,
વિલાસણા વિષ સમાન વેશને સજયા.” દેશકાળ પ્રમાણે વ્યક્તિ કે વર્ગની ઉન્નતિ માટે તેઓની સાથે કઈ રીતે કામ કરવું તેની પૂજયશ્રીને અનોખી વ્યવહારિક સૂઝ હતી. બ્રિટિશ શાસન કાળમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતોને દેઢતાપૂર્વક રાજનૈતિક અને આધ્યાત્મિક પદ્ધતિનો સમન્વય કરીને માનવસેવાનો વ્યાપક વિચાર જનજનના માનસમાં પાદવિહાર કરીને પહોંચાડ્યો હતો. તેમજ આદિવાસી ક્ષેત્રોમાં તો એક ક્રાંતિકારી વિચાર દ્વારા લોકોને હિંસાની પ્રવૃત્તિથી અહિંસા તરફ વાળવામાં સફળ રહ્યા હતા. તેવી જ રીતે પછાત, નિરાધાર લોકોને ઉપર લાવવામાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. હરિજનોને પણ ઊંચે લાવવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા. આજથી લગભગ સો વર્ષ પહેલા ઉપાશ્રયમાં હરિજનોને વ્યાખ્યાન આપતા હતા. ગાંધીજીની જેમ તેઓ પણ હરિજનોને હરિના જન લેખાવતા અને તેમની સાથેના દરેક પ્રકારના ભેદભાવ દૂર કરાવતા.
પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક આદિ ક્ષેત્રોના વિકાસ માટેના પ્રખર પ્રચારક હતા.
(૧૨૦)
(૧૧૯)