________________
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
પીડિત અને ભૂમિ વગરના ખેડૂતનું હિત સાધવાનું કામ વિવિધ ક્ષેત્રે કરવામાં આવ્યું.
ગાંધીજી જીવનને અખંડ માનતા હતા એટલે જીવનના દરેક પાસામાં અહિંસાનો પાલન થાય તે માટે ધાર્મિક જીવનમાં સર્વધર્મસમભાવ, સામાજિક જીવનમાં સમાનતા અને અસ્પૃશ્યતા નિવારણ, આર્થિક જીવનમાં ટ્રસ્ટીશીપ, કુટીર અને ગ્રામોદ્યોગ સહકારી પ્રવૃત્તિને મહત્ત્વ, રાજનૈતિક જીવનમાં સ્વરાજ અને પંચાયતી રાજનો અમલીકરણ કરવામાં આવ્યો. ગાંધીજીએ અહિંસાના અમલીકરણ માટે વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં એકાદશવ્રત (સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, સ્વદેશી, અસ્વાદ, સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, અભય, શ્રમનિષ્ઠ જીવન) અને સમાજમાં ૧૮ ૨ચનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. ગાંધીજી અહિંસાની વ્યવહારિક જીવનમાં ઉપયોગની વાતમાં કહેતા હતા કે અપરિગ્રહી જીવન અને માલિકીપણાના ભાવનો ત્યાગ એ અહિંસાની જીવનમાં પરાકાષ્ઠા છે. આ બે તત્ત્વોનું પાલન ગાંધીજીના ટ્રસ્ટીશીપના વિચારમાં મોટા પાયે થયેલ છે.
આ રીતે ગાંધીજીની અહિંસાના પ્રયોગો ભારતમાં અનેક ક્ષેત્રે થયા છે. જેમકે, સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણના પ્રયોગો, ધાર્મિક ક્ષેત્રે સર્વધર્મ સમભાવના પ્રયોગો, પર્યાવરણ ક્ષેત્રે પર્યાવરણ સંરક્ષણના આંદોલન (ચીપકો આંદોલન, નર્મદા બચાવો આંદોલન) વગેરે સામેલ છે. પણ વધારે આર્થિક ક્ષેત્રમાં અહિંસાના પ્રયોગો કરવામાં આવ્યા છે. કેમકે, આઝાદી પછી ભારતમાં મોટા પડકારો ગરીબી, બેરોજગારી, વંચિતતા અને શોષણના હતા. આ પડકારોના ઉકેલ માટે ગાંધીજી દ્વારા આપેલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકવામાં આવ્યો. આ સંદર્ભે કેટલાક ઉદાહરણો આપી શકાય તેમ છે.
(૯૫)
જૈનદર્શન અને ગાંધી વિચારધારા
સ્વ. ડૉ. લોહિયાએ પણ ૧૯૬૭ માં ઈન્ડિયન ટ્રસ્ટીશીપ બિલ ૧૯૬૭ એ નામે લોકસભામાં એક બિલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં એમણે દર્શાવ્યું હતું કે ઉદ્યોગ, ધંધા, બેંક, વાહનવ્યવહાર, કોર્પોરેશન વગેરેમાં જ્યાં ૫૦૦ થી વધારે માણસો કામ કરતાં હોય અને જેની મૂડી દશ લાખથી વધારે હોય એવા સંકુલને ટ્રસ્ટ કોર્પોરેશનમાં ફેરવી નાંખવું જોઈએ અને તેનો કારભાર ઈન્ડિયન ટ્રસ્ટીશીપ એક્ટ અનુસાર ચલાવવો જોઈએ. એના સંચાલન માટે એક પંચાયત નીમવામાં આવે અને કોર્પોરેશનના ભાગીદારોમાંથી પાંચ, મજૂરમંડળમાંથી પાંચ અને વ્યાપાર ઉદ્યોગ ખાતુ, નાણાં ખાતુ, રાજય સરકાર તથા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી એક એક નિષ્ણાંતને આ પંચાયતમાં નિમવામાં આવે. એ પંચાયત કાર્યસંચાલનની મુખ્ય જવાબદારી ઉપાડે. જો કે કેટલાક કાનૂની અને ટેકનિકલ મુદ્દાને કારણે એ બિલ લોકસભામાં રજૂ ના થઈ શક્યું પણ એના દ્વારા ટ્રસ્ટીશીપની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવાની હિમાયત થઈ હતી.
કેટલાક ઉદ્યોગપતિઓએ સ્વૈચ્છિક રીતે પણ ટ્રસ્ટીશીપની દિશામાં કેટલાક પગલા ભર્યા છે. ભૂદાન આંદોલન સાથે જ્યારે સંપત્તિદાન આંદોલન શરૂ થયું ત્યારે નામાંકિત ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ મફતલાલે પોતાની એક મિલ દાનમાં આપવાની તૈયારી બતાવેલી. એમની મિલોના મજૂરોને પણ વ્યસનોથી બરબાદ થતા અટકાવવા વ્રતધારી બનાવવાના પ્રયત્નો કર્યા. જે મજૂર વ્રતધારી બને તેને સુખડીનો આહાર અપાય છે. આવા વ્રતધારી મજૂરોએ ચાર વ્રતો લેવાના હોય છે ઃ- (૧) રોજ એક કલાક ભજન-કીર્તન કરવું, જેથી મન શુદ્ધ થાય, (૨) રોજ એક કલાક પોતાના પડોશીઓની સેવા કરવી, (૩) જુગાર ન રમવો, (૪) દારૂ ન પીવો. આવા વ્રતધારી બનેલા ત્રણેક હજાર
(૯૬)