________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા )
જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) - વિક્ટર હ્યુગોની બીજી નવલકથાઓ ‘ટોઈલર્સ ઓફ ધ સી’ ઉર્ફે ‘પ્રેમ અને બલિદાન', - એલેક્ઝાન્ડર ડૂમા કૃત ‘શ્રી મસ્કેટીયર્સ' યાને ‘પ્રેમ-શૌર્યના રાહે’ - ભાગ ૧
થી ૫,
સંપાદન, અનુવાદની વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. ભાષા-કેળવણી સંબંધી - ગુજરાતી ભાષાનું સ્વરૂપ, લિપિ સુધા રત્ન, સંસ્કૃત - ગુજરાતી વિનિત કોશ, ભાષા સિદ્ધાંતસાર, સરળ સંસ્કૃત નામ રૂપાવલી, સાચી જીવન કલા, સર્વોદયની કેળવણી (૧૯૫૬), ગણિત કે મજા, જ્ઞાનગોષ્ઠિ વગેરે... તે ઉપરાંત જગતના મહાન વૈજ્ઞાનિકો અને શોધો, અર્થશાસ્ત્રની પરિભાષા, અમેરિકન રાજય વ્યવસ્થા, ઈંગ્લેન્ડ વહાણવટું, જીવન-અમૃત, ભૂગોળ દર્શન, ગણિત અને આપણે વગેરે... ગાંધીવિચાર સંબંધી - ‘ગાંધી' ફિલ્મની કહાની (૧૯૮૬), આબાદ હિન્દુસ્તાન, મહાત્મા ટોલ્સટોય, આશા અને ધીરજ, ગ્રામ વિદ્યાપીઠ, બાપુજીની વાતો, મનુષ્યની સર્વાગી કેળવણી (૧૯૪૨) વગેરે... (૩) નવલકથા સાહિત્ય :
ગુજરાતી નવલકથાઓનો સંક્ષેપ તેમજ વિશ્વની પ્રખ્યાત અંગ્રેજી નવલકથાઓનો અનુવાદ વગેરે સર્જનોનો સમાવેશ થાય છે. વિશ્વ સાહિત્યના દરબારમાં જેને માનવંતુ સ્થાન મળેલ છે એવી ગુજરાતી ભાષાની મહાનવલ
સરસ્વતીચંદ્રજે ચારભાગના વિશાળ ફલકમાં લખાયેલી છે તે માત્ર ૧૩૦ પાનામાં સંક્ષિપ્ત કરીને પોતાની શક્તિનો કમાલ બતાવ્યો છે. તેઓએ વિશ્વસાહિત્યમાં શિષ્ટ અને ગૌરવાન્વિત અને અવિસ્મરણીય કૃતિઓ ગુજરાતીમાં સંપાદિત કરેલી છે જેમાં - - વિક્ટર હ્યુગો કૃત નવલકથા ‘નાઈન્ટી શ્રી’ ઉર્ફે ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ', - વિક્ટર હ્યુગો કૃત નવલકથા ‘લે મિઝરાબ્લ' ઉર્ફે ‘દરિદ્રનારાયણ', - એલેક્ઝાન્ડર ડૂમા કૃત ‘કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો' ઉર્ફે ‘આશા અને ધીરજ', - વોલ્ટર સ્કોટ કૃત લઘુનવલ ‘કેલીનરર્થ' ઉર્ફે ‘પ્રીત કિયે દુ:ખ હોય',
- આચાર્ય એલ.પી.જેક્સ કૃત “એજયુકેશન ઓફ ધ હોલ' ઉર્ફે મનુષ્યની સર્વાગીણ કેળવણી’
તદુપરાંત અન્ય અનેક સાહિત્યનું સંપાદન, વિવેચન અત્યંત સરળ અને રોચક ભાષામાં શ્રી ગોપાલદાસે કર્યું છે. તેઓ માત્ર સાહિત્યસેવી નહીં પરંતુ ઉત્તમ ભાષાવિ, વ્યાકરણ નિષ્ણાંત, સાહિત્ય સિદ્ધાંતોના મીમાંસક, કેળવણીકાર, ભાષા શિક્ષણકાર હતા.
ગાંધીજી પોતે પણ વિશ્વ સાહિત્યની આવી કૃતિઓથી અત્યંત પ્રભાવિત થયા હતા.
શ્રી ગોપાલદાસના પાંચ મુખ્ય ગુણો -બુદ્ધિવાદી, નિર્ભયતા, દેશદાઝ, ગાંધીભક્તિ અને સત્યના ઉપાસક. ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમર્પણના કારણે તેમનું સાહિત્ય અને કેળવણી જગતમાં ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મગનભાઈ દેસાઈ પછીનું તરતનું સ્થાન સ્થાપિત કરી આપ્યું. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વગર અનાસક્ત ભાવે ‘સ્વાન્તઃ સુખાય’ ગોપાલદાસે ધાર્મિક - આધ્યાત્મિક ગ્રંથોના અનુવાદો દ્વારા ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકાર, નીડર પત્રકારત્વ દ્વારા જનતાની અમૂલ્ય સેવા કરી છે.
(૫૩)
(૫૪)