________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સાધનો અને સુરક્ષિત જીવનપ્રણાલી તથા વ્યવસ્થાના લીધે માણસ પ્રાણીઓના ડરથી દૂર નીકળી ગયો... પણ માણસથી ડરે છે, આશંક્તિ અને આતંકિત રહે છે એનું શું? એનો ઉપાય છે અભય ! અને અભયનો માર્ગ છે અહિંસાનો ! સમય બદલાય છે, સંદર્ભો બદલાય છે, બધું બદલાશે પણ સંઘર્ષો ઓછા કરવાનો રસ્તો તો અહિંસાનો જ રહેશે, એ ક્યારેય નહીં બદલાય ! એ અહિંસા પછી ધર્મોની બતાવેલી હોય કે ગાંધીજી જેવા યુગપુરુષના પ્રયોગોમાંથી જન્મેલી હોય !
અહિંસા પરમોધર્મ'
છેલ્લે એક પ્રાર્થનાઃ
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે', એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતા પીતા, ઉઠતા, બધી ક્રિયાઓમાં, ઇચ્છા અનિચ્છાએ કંઈક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.
વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે; તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જયારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે.” | (મથુરદાસ ત્રિકમજી કૃત ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા પેજ : ૧૮૦)
ઉપસંહાર વર્તમાન સંદર્ભમાં અહિંસા,પછી એને જૈન ધર્મના ઉપદેશ તરીકે જોઈએ કે મહાત્મા ગાંધીના સાધનશુદ્ધિના પ્રકાર રૂપે જોઈએ, અહિંસાની આવશ્યકતા જ અનિવાર્ય બની જાય છે.
મનને હિંસાથી બચાવવાથી જ બાહરી હિંસાને ઓછી કરી શકાશે.
માણસના મનને અહિંસક બનાવવું પડશે. અન્ય ધર્મ આદર, પરમત સહિષ્ણુતા, વિરોધી વિચારોનું સમન્વયન, જુદી-જુદી માન્યતા કે સંસ્કારો વચ્ચે સામંજસ્ય - આ બધાનું ધ્યાન રાખીને જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે. અહિંસાને વ્યવહારમાં વણ્યા સિવાય ભયની ગ્રંથિઓ દૂર નહીં થાય!
(૩૦)
‘ક્ષેમ કુશળ હો, સહુ જીવોનું
સર્વત્ર સમુચિત વૃષ્ટિ હો સ્વસ્થ રહે સહુ તનથી, મનથી
સુંદર સઘળી સૃષ્ટિ હો આદર કરીએ એકબીજાના મન વાણીને વર્તનનો આ જ સંદેશો સદાકાળથી ગૂંજી રહ્યો પરિવર્તનનો !'
(૩૮)