________________
( જૈનદર્શન અને ગાંધી વિચારધારા “મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે.”
આ પ્રભાવ વિશે વિશેષમાં ગાંધીજી લખે છે :
... જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ, પણ અનેક વેળા થયેલો.”
શ્રીમદ્જી વિશે પોતે કેટલા શ્રદ્ધાવાન હતા તે જણાવતા ગાંધીજી લખે
“ઘણાં ધર્માચાર્યોને મળવાનો મેં પ્રયત્ન કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા... તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રમાણિકતા વિશે પણ તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે, તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.”
સ્પષ્ટ છે કે સત્યના આગ્રહી, સત્ય જ જેનો જીવનમંત્ર છે એવા ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્યાય શ્રીમનો પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો નથી. ગાંધીજીના અન્ય સ્થળે છપાયેલા લેખોમાં કે વાર્તાલાપમાં પણ આ ઉલ્લેખ નથી. શ્રીમદ્જી માત્ર એમના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. આધ્યાત્મિક ગુરુ નહીં, માત્ર આધ્યાત્મિક પથદર્શક.
આ બેઉ વિભૂતિઓનું આ ધરતી પર અવતરણ એ જ માનવજાત માટે અપૂર્વ અવસર અને સ્વના આત્માને પામવાની સિદ્ધિની વિરલ યાત્રા.
આ દ્રય ઋતંભરા પ્રજ્ઞાના સ્વામી હતા.
ગાંધીજીએ શ્રીમદ્ના ભાઈ મનસુખભાઈ પાસેથી આગમ અને ઉપનિષદ જેવું આત્મસિદ્ધિ મહાકાવ્ય મેળવ્યું હતું અને પ્રાર્થનામાં આ કાવ્ય
(૨૦)
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા - તેમજ અપૂર્વ અવસર ના પદોનું ગાંધીજી ગાન કરતા હતા.
કહેવાય છે કે ગાંધીજી-શ્રીમદ્ વચ્ચે બહોળો પત્રવ્યવહાર થયો હતો. એની સંખ્યા લગભગ ૨૦૦ ની છે પણ એ સચવાયા નથી. એમાંથી ત્રણ જ પત્રો સચવાયા છે. સચવાયેલા પત્રના ૨૭ સવાલ અને એના શ્રીમદે આપેલા જવાબની એક નાની પુસ્તિકા શ્રીમના અગાસ આશ્રમે પ્રગટ કરી છે. ત્રણ પત્રો : (૧) શનિવાર આસો વદ-૬ વિ.સં. ૧૯૫૦ (ઓક્ટોબર ૨૦, ૧૮૯૪) (૨) વિ.સં. ૧૯૫૧ ફાગણ વદ-૫ (૧૮૯૫) (૩) વિ.સં. ૧૯૫૨, આસો સુદ-૩
પુસ્તિકાના ૨૭ પ્રશ્નો અને ઉત્તરો અમૂલ્ય છે, તત્ત્વસભર છે. આ પ્રશ્નો અને એમાં આપેલા ઉત્તરો વિશે વિશેષ ભાષ્ય થવું જરૂરી છે. આ મંથનમાંથી અમૂલ્ય નવનીત સાંપડશે.
શ્રીમચિંતનના જે અભ્યાસી મહાનુભાવો આ પરિશ્રમિક પરિશિલન કરશે તો એ શ્રુત તપ ગણાશે, અને અધ્યાત્મજગતને માટે એ ઉપકારી બની રહેશે.
ગાંધીજીએ શ્રીમદ્ પોતાના ગુરુ - અધ્યાત્મ ગુરુ માન્યા હતા એ અસત્યની ગતિ હવે અટકવી જોઈએ, અને એ માટે વિશેષ જવાબદારી પૂ, શ્રીમદ્જીના અગ્રણી ભક્તજનોની છે.
આ સત્યની ઉપાસના છે. સ્વયં પ્રકાશિત સ્વયં સૂર્યને કોઈ કોઈના તેજ કે અવલંબનની જરૂર નથી.
(સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેન્ટર, મુંબઈ અને જૈન વિશ્વકોશ તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૨૪ ઓક્ટોબરના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયેલ જ્ઞાનસત્રમાં પ્રસ્તુત થયેલ લેખ, અંશતઃ ફેરફાર સાથે.)
(૨૮)