________________
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા દૂર ટૉલ્સટૉય ફાર્મમાં સાપનો ઘણો ઉપદ્રવ હતો. બાળવયથી જ ગાંધીજીના અજ્ઞાત મનમાં સાપનો ડર પેસી ગયો હતો. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને પૂછ્યું કે, “સાપ કરડવા આવે તો તેને કરડવા દેવો કે મારી નાખવો ?” ત્યારે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું, “સાપ કરડવા દેવો એમ બરાબર નથી, પણ સાથોસાથ આત્મહિત ઇચ્છનારે દેહના રક્ષણાર્થે સાપને મારવો યોગ્ય ગણાય ખરો ? માત્ર અનાર્ય વૃત્તિ હોય તો જ મારવાનો ઉપદેશ અપાય.” આ રીતે ગાંધીજી શ્રીમદ્રને અધ્યાત્મથી માંડીને સામાન્ય જીવનના પ્રશ્નો પૂછતા હતા અને એમની પાસેથી સંતોષકારક ઉત્તર મેળવતા હતા.
ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના વિચારોને પ્રારંભે શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ જોવા મળે છે. સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ એમને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું અને એની પાછળ શ્રીમદ્ રાજચંદ્રની અસરનું પ્રાધાન્ય હોવાનું ગાંધીજીએ નોંધ્યું છે.
ગાંધીજીએ નોંધ્યું કે, “આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું... કવિના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા” હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થાય છે.”
૧૯૨૫ ની માર્ચમાં ‘યંગ ઈન્ડિયા' નામના પોતાના સામયિકમાં ગાંધીજી નોંધે છે, “એમનો અનેકાંતવાદ એ બે સિદ્ધાંતના આધારે રચાયો છે અને તે બે સિદ્ધાંત છે સત્ય અને અહિંસા.” પોતે કઈ રીતે આ અનેકાંતવાદના સિદ્ધાંતથી પ્રભાવિત થયા તે વિશે તેઓ આમાં લખે છે કે,
હું એમ માનતો હતો કે મારો જ વિચાર સાચો છે અને મારા પ્રામાણિક ટીકાકારનો વિચાર ખોટો છે. હવે હું સમજો કે અમે બંને પોતપોતાના વિચારની
(૨૧)
- જૈનદર્શન અને ગાંધી વિચારધારા અંદર બરાબર છીએ. આના પરિણામે મારા ટીકાકારો કે વિરોધીઓ પર આરોપ મૂકતો અટકી ગયો. આનાથી હું શીખ્યો કે મુસ્લિમની વાત એના દૃષ્ટિકોણથી અને શીખોની વાત એના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.”
જૈન ધર્મમાં ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે – એ જ પ્રકારના ઉપવાસ એ ગાંધીજીનું અમોઘ શસ્ત્ર હતું. શ્રીમદ્ભી તપશ્ચર્યામાં એમણે ચૈતન્યની આરાધના જોઈ હતી. આપણા આત્મામાં બિરાજતા ચૈતન્યને જોઈને સિંહ જેવા સમર્થ બનીએ એ જ જીવનની સાર્થકતા છે એમ કહ્યું હતું. આ ઉપવાસનો હેતુ આત્મદોષથી મુક્ત થઈને આત્મશુદ્ધિનો છે. એવી આત્મશુદ્ધિ કે જેનાથી વ્યક્તિનું જીવન અહિંસક બને અને એ મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચે. જૈન વિચારધારાને દર્શાવતો એક માર્મિક પ્રસંગ ગાંધીજીના જીવનમાં જોવા મળ્યો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં હતા ત્યારે એક વિદ્યાર્થીને સ્ટેશને જતાં એક શિલિંગ મળ્યો, આશ્રમના શિક્ષિકા પૈવતબહેન અને વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે શિલિંગના ભજીયા મંગાવીને વહેંચી ખાવા. બધાંય ભજીયા ખાય એટલે કોઈ ફરિયાદ કરે નહીં અને ગાંધીજી પાસે વાત પહોંચે નહીં.
એક દિવસ આ વાત ગાંધીજી પાસે પહોંચી ગઈ. ગાંધીજીએ દૈવતબહેન અને અન્ય સાથે ચર્ચાઓ કરી. છેલ્લે પુત્ર દેવદાસને બોલાવ્યા અને ખૂબ ગુસ્સામાં આવીને દેવદાસને તમાચા માર્યા. “દીકરા થઈને બાપને આટલું બધું છેતરી શકાય છે તે જાણી ગાંધીજીનું અંતર કપાઈ ગયું. એ પછી તેઓ જોહાનિસબર્ગ ગયા. એ દિવસે જમ્યા નહીં પણ કહ્યું કે હું આવતીકાલે જમીશ. દસ દિવસ બાદ ગાંધીજીએ ફરી સાત દિવસ ઉપવાસ કર્યા. આ ઉપવાસ સમયે રોજ સાંજે બાપુની હૃદયદ્રાવક વાણી સાંભળવા મળી. ફિનિક્સના આ સાતેય દિવસ દરમ્યાન “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે’ એ ભજન ગવાતું. મણિલાલ કાકા ઑર્ગન ઉપર મૃદુલ
(૨૨)