SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ “મા, તમે જે આહાર, વિહાર અને વિચાર કરો છો તેનું જ ગર્ભમાં રહેલા તમારા સંતાનમાં સંક્રમણ થાય છે. તમારો આચાર-વિચાર તમારા બાળકનો સંસ્કાર બની જશે.” પવિત્ર અને શાંત સ્થળે ગર્ભાધાન થયા પછી માતાએ એવું નથી વિચારવાનું કે મને મારા પરિવારને સુખી કરે એવું બાળક મને મળે પરંતુ એમ ચિંતવે કે “પોતે સુખી થાય અને વિશ્વની તમામ જીવસૃષ્ટિને સુખી કરે તેવું બાળક મારી કુક્ષિએ અવતરે “માતાની આવી ભાવના વિશ્વમાંગલ્ય અને વિશ્વકલ્યાણની ભાવના બની રહે. મને બધી જગ્યાએથી પ્રેમ અને સ્નેહ મળી રહ્યો છે. મારા બાળકને પણ મળશે માતાનું આંતરચિતન વિધેયાત્મક હોય તો બધી દિશાએથી તેનામાં શુભ વિચારો પ્રવાહિત થશે. મા, ગર્ભમાં રહેલા બાળક પ્રતિ વાત્સલ્યનું અમીઝરણું આ રીતે વહાવી શકે. સંયમ સહ જીવનચર્યા પાળીને સમય મળે ત્યારે ભક્તિસંગીત સાંભળે અને પુરુષોનો સત્સંગ અને સત્વશીલ સાહિત્યનું વાચન કરે. સત્વશીલ આહાર ગ્રહણ કરે જેમાં શુદ્ધ ઘી, તલનું તેલ, અડદ વગેરે હોય. ગર્ભાવસ્થામાં પાંચમા માસ દરમિયાન મનનું ઘડતર થતું હોવાથી ચોખા આદિ સફેદ વસ્તુનું ભોજન અને છટ્ટ મહિને બુદ્ધિનું ઘડતર થતું હોવાથી ગાયના ઘીનું સેવન કરે. રામની માતા કૌશલ્યા, મહાવીરની માતા ત્રિશલા, હનુમાનની માતા અંજના, શિવાજીની માતા જીજાબાઈ અને ગાંધીજીની માતા પૂતળીબાઈ જેવી મહાન નારીરત્નોએ પોતાના બાળકને ગર્ભમાંથી જ સંસ્કારનું સિંચન કરી મહાપુરુષોનું સર્જન કર્યું. ધન્ય છે એ વીરપ્રસૂતાને કે જેણે ઉત્તમ શ્રાવક, શ્રેષ્ઠ, વૈષ્ણવજન, આદર્શ નાગરિક અને ઉચ્ચ રાષ્ટ્રભક્તોની આ ભૂમિને પાવન ભેટ ધરી. કવિ સંદીપ ભાટિયા માને હેતનું ચેરાપુંજી કહે છે, “મા તું તો છે હાલનું વાદળ, મા તું હેતનું ચેરાપુંજી, તું છો તો હું ભર્યોભાદર્યો, નહીંતર ખાલી ખાલી.” બાળક માટે માતાનો ખોળો એ ઇન્ટેન્સીવ કેર યુનિટ કરતાં પણ વધારે મહત્ત્વનો અને સલામત છે. માબાપ આપે છે પ્રેમ અને સુરક્ષાનું છત્ર અને ઇચ્છે છે તે જ વૃદ્ધાવસ્થામાં શું બાળકો આપી શકે છે. આ નિર્ચાજ સ્નેહનો પ્રતિસાદ વૃદ્ધાવસ્થામાં? માતાના આશીર્વાદથી પરસ્ત્રી પ્રત્યે કુદૃષ્ટિ ન થાય. પિતાના આશીર્વાદથી પરઘન પ્રત્યે કુદૃષ્ટિ ન થાય. મને માતાના ચક્ષુમાં જગતનું ઉત્તમમાં ઉત્તમ તીર્થ મળ્યું. મા એ તીર્થ, મંદિર અને પવિત્ર સ્થાનોમાં સર્વોત્તમ છે, તેથી જ કાશી, કાબા, મક્કા કે મદિના નહિ જાઓ તો ચાલશે, પણ માતાના ચરણોમાં શિશ જરૂરથી ઝુકાવશો. - કવિ બાલમુકુંદ દવે એકમાત્ર પોતાના ઉપકારનો બદલો નથી વાળી શકાતો. મા એ સ્વાર્થરહિત સ્નેહની જીવંત-મૂર્તિ છે. - રમણલાલ દેસાઈ માતા વ્યક્તિવિશેષ જ નહિ, પરંતુ વાત્સલ્ય વિશેષ છે. - ગુણવંત શાહ જે માતા-પિતાએ પુત્રને પોતાનો ભાવિનો આધાર માનેલ, ઘડપણનો સહારો માનેલ, તે પુત્ર માબાપને વૃદ્ધાશ્રમમાં મોકલે તેના જેવું ભયંકર પાપ બીજું કયું હોઈ શકે? - પૂજ્ય ડોંગરેજી મહારાજ જગતની દરેક માતાનો ચહેરો સુંદર હોય છે. - ટૉલ્સ્ટોય માના વિષયમાં હું શું, કેવી રીતે લખું? તેના વિષયમાં કંઈ પણ બોલવું અસંસ્કારિતા લાગે છે. - હેલન કેલર માની મમતાનું એક બુંદ અમૃતસાગરથી પણ મોટું અને મધુર છે. - નાગોચી igsaclisus JDISSIP LIIKALATTALELUIA A gsclish LES joSISIP નાના IR PIPINYANIN ૮૯ ] T
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy