SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મમ્મીની તકલીફ થોડી વધી છે તેવું પ્રતીત થતાં મેં મમ્મીને કહ્યું : “મમ્મી ! મારા માટે તારે ઘણું કષ્ટ વેઠવું પડે છે, તેથી હું આ તપશ્ચર્યા મૂકી દઉં છું.” ના, મને જરાય કષ્ટ પડતું નથી અને તને પણ ખૂબ શાતાપૂર્વક તપશ્ચર્યા ચાલે છે, તેથી અધૂરો તપ મૂકવાનો વિચાર જ નહિ કરવાનો. વરસીતપ પરિપૂર્ણ જ કરવાનો છે.” મમ્મી મક્કમ હતી. આખા વરસીતપમાં મારી મમ્મીએ મને ખૂબ હિંમત આપી, ખૂબ પ્રોત્સાહન આપ્યું. ખૂબ સહાય કરી. તે વરસીતપ દરમિયાન મને કોઈ શાતા પૂછતું ત્યારે હું કહેતો : “દેવ-ગુરુ-મમ્મી પસાય.' મમ્મીની ઉપકારધારા અને વાત્સલ્યધારાને આખા વરસીતપ દરમિયાન હું ઝીલતો રહ્યો. મેં સંકલ્પ કર્યો કે - “મારા આ વરસીતપનું પારણું અક્ષય તૃતીયાના દિવસે પ્રણાલિકા મુજબ ઇક્ષરસથી કર્યા બાદ પછીના દિવસે પારણું સહુ પ્રથમ મારી મમ્મીના ચરણામૃતનું પાન કરીને જ કરીશ.” મારી મમ્મીના સખત વિરોધ અને પ્રતિકાર વચ્ચે મેં મારો એ સંકલ્પ ધરાર પરિપૂર્ણ કર્યો. પહેલા ઇક્ષુરસ, પછી અમૃતરસ ! ક્યારે પણ મને પપ્પાની ખોટ સાલવા ન દેનારી મારી મમ્મીના ઉપકારોનું મૂલ્યાંકન કરવાનું મારા ગજા બહારનું છે. કારણ, મારી માતામાં મેં જોઈ છે . ધરતીની ક્ષમા, આકાશની વિશાળતા, અગ્નિની હૂંફ, જળની શીતળતા અને વાયુનો આશ્લેષ ! કેવલ શેઠને જે અમૃતરસનું પાન કરવા મળ્યું તેવું સૌને મળે તેવી ભાવના ! દરવાજો ખોલતાં જ દર્શન. પિતાના પગે પડી ચોધાર આંસુએ રડી પડ્યો. પપ્પાએ વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવી કહ્યું : જરાય ડર રાખ્યા વિના જે કહેવું હોય તે કહી દે.” દર્શને કહ્યું : “પપ્પા ! પિશ્ચર જોઈને મિત્રોના આગ્રહથી હોટલમાં ગયેલો. તેઓએ ઇડલી વગેરેની સાથે બિઅર મંગાવ્યો. મેં બિઅર પીવાની ના પાડી ત્યારે જબરજસ્તીથી પિવડાવ્યો. મારાથી બે ચમચી જેટલો બિઅર પીવાઈ ગયો. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો.” એ જ વાત્સલ્યથી દીકરાને ભેટીને તેનાં આંસુ લુછીને પપ્પાએ કહ્યું : “જો હું તારો બાપ છું, પોલીસ નથી. મિત્રોના આગ્રહથી આજે તારે બિઅર પીવું પડ્યું. પરંતુ એ રસ્તે જેમણે કદમ માંડ્યા છે એ બધા શરીરથી ખતમ અને સંપત્તિથી બરબાદ થઈ ગયા છે. તારા પર શ્રદ્ધા-વિશ્વાસ છે. આજ પછી તું આવું નહિ જ કરે.” લાગણીસભર પપ્પાના એ શબ્દો સાંભળી દર્શને કહ્યું: “મને એવા આશીર્વાદ આપો કે આપે મૂકેલા વિશ્વાસનો ઘાત કરવાનું પાપ હું કદી ન કરું.” માતા-પિતાએ આપણા સુખની, શરીરની, ચિત્ત પ્રસન્નતાની, સલામતીની પણ ચિંતા કરી, અને એમાંય પિતા કરતાં માતાએ તો કમાલ કરી. પિતાએ તો માત્ર ખભો જ આપ્યો, જ્યારે માતાએ તો ખોળો પણ આપ્યો. પિતાએ વાત કરી આપણી સાથે બુદ્ધિના શિખરે ઊભા રહીને, જ્યારે માતાએ વાત કરી આપણી સાથે હૃદયની તળેટીએ ઊભા રહીને. પિતાએ તો લાવી દીધાં આપણને સરસ કપડાં, જ્યારે માતાએ સાફ કર્યા આપણા અત્યંત ગંદા કપડાં. પિતાએ જહેમત ઉઠાવી આપણને શિક્ષણ આપવામાં, જ્યારે માતાએ જહેમત ઉઠાવી આપણને સંસ્કરણ આપવામાં. પિતા સમજી શક્યા માત્ર આપણી બુદ્ધિને જ, જ્યારે માતા તો સતત ઉકેલતી રહી આપણી લાગણીની ભાષાને. પિતા ક્યારેક આગ બન્યા, તો માતા પાણી બનીને આપણા પર વરસતી રહી. પિતા ક્યારેક આપણા પ્રત્યે પથ્થરનું પ્રતિનિધિત્વ ધરાવી બેઠા, તો માતા મુલાયમ રૂનું પ્રતિનિધિત્વ ધરાવીને આપણી રક્ષા કરતી રહી. પિતા ક્યારેક સંઘર્ષનું કારણ બન્યા, જ્યારે માતા તો સંવાદ અને સમાધિનું કારણ જ બનતી રહી. માતાએ આપણા દુઃખે અજંપો પણ અનુભવ્યો તો આપણને હસતા જોઈને એણે આત્મસંતોષ પણ એટલો જ અનુભવ્યો. આપણા આ ધરતી પરના આગમને એણે ઉલ્લાસનો પણ અનુભવ કર્યો, તો પ્રસૂતિની જાલિમ યાતના પણ એણે જ અનુભવી. આપણા વિકાસે એ પ્રસન્નતા પણ અનુભવતી રહી, તો આપણા એના પ્રત્યેના ગલત વર્તને એ દર્દ પણ એટલું જ અનુભવતી રહી. મમતા અને સમતાના બંને પાટા પર ગજબનાક સંતુલન ધરાવીને એ આપણને સાચવતી રહી. ....... TATTITUTTITUTE igsaclisus JDISSIPK તા X 1 ૫ ] : [ પિતાનો વિશ્વાસ અઢાર વર્ષના દર્શને પપ્પા પાસે રાત્રે નવથી બારના શોમાં મિત્રો સાથે પિકચર જોવાની રજા માંગી. પપ્પાએ દર્શનને કહ્યું : “તને સુસંસ્કારનો મેં વારસો આપ્યો છે તે જાળવજે. લે આ ચાવી, રાત્રે આવીને સૂઈ જજે. ઉઠાડીશ નહિ.” રાત્રે પિક્યર જોઈને આવ્યા પછી દર્શને પપ્પાનું બારણું ખખડાવ્યું. પપ્પાએ અંદરથી જ પૂછયું : “કોણ ?” દર્શને કહ્યું : “બારણું ખોલીને મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે.” પપ્પાએ કહ્યું: “આવતીકાલે કરીશ તો નહિ ચાલે ?” દર્શને કહ્યું : “ના, અત્યારે જ કરવી છે.” | ૬૪ i આર. igschhe baછા | 1 TITLE ATTITATITLE :- - -
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy