SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - (રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય નરરત્નોની જનેતા) કણિકને પદ્માવતી રાણીથી એક પુત્ર થયો, તેનું ઉદાયી નામ રાખ્યું. આ પુત્ર કણિકને ખૂબ ગમતો હતો. એક સમયે ભોજન વેળાએ કુણિક પોતાના ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમતો હતો. તેણે અધું ભોજન કર્યું હતું, તે વેળાએ બાળકે પેશાબ કર્યો. એટલે મૂત્રની ધાર ભોજનમાં પડી. મૂત્રથી બગડેલી થાળી દૂર નહિ કરતાં એમાંનું થોડુંક ભોજન એક બાજુ રાખી એ જ થાળીમાં કુણિકે ભોજન પૂરું કર્યું. આ સમયે તેની માતા ચેલા તેની પાસે બેઠી હતી. કુણિકે તેને પૂછ્યું : હે માતા, કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો ? અત્યારે હશે ?” ચેલાએ જવાબ આપ્યો : “અરે પાપી, અરે રાજકુળાધમ. તું તારા પિતાને આના કરતાં પણ અધિક વહાલો હતો ! મને દુષ્ટ દોહદ થયો અને તારો જન્મ થયો. તું તારા પિતાનો વેરી થઈશ એવું લાગતા, મેં પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળી. મેં તો તને ઉકરડે ફેંકાવી દીધો હતો, તે સમાચાર તારા પિતાને મળતાં તેઓ તને પાછો લઈ આવ્યા. ઉકરડા પર તને ફેંકી દીધો હતો તે સમયે કૂકડો કરડ્યો અને તારી એક આંગળી વીંધાઈ ગઈ તે પાકી ગઈ ત્યારે તને ખૂબ પીડા થતી હતી. તે વખતે તારા પિતા તારી દુઃખતી આંગળી પોતાના મુખમાં રાખતા હતા. જ્યાં સુધી તને દુઃખમાં રાહત થતી ત્યાં સુધી આમ જ કરતા. તારા પર અનહદ પ્રેમ વરસાવતા. આ વાત સાંભળતાં કણિકને પશ્ચાત્તાપ થાય છે. अहो सागरगाम्भीर्यम् अहो भूमेः सहिष्णुता, अहो सुगन्धवाहित्वम् वायोः शीतलताम् विद्योः । अहो आकाशविस्तार: मातः त्वयि नमोनमः । पंचभूतस्वरूपिण्यै भूयो भूयो नमोऽस्तु ते ॥ હે માતા, કેવું તારું ગાંભીર્ય ? સાગરના જેવું ! કેવી તારી સહિષ્ણુતા ? ધરતીની જેવી કે કેવી તારી સુગંધવાહિતા ? વાયુના જેવી ! કેવી તારી શીતળતા ? ચંદ્રમા જેવી ! કેવો તારો વિસ્તાર ? આકાશના જેવો ! હે માતા, તને હું ફરી ફરી નમસ્કાર કરું છું. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચ મહાભૂતોનું સાક્ષાત સ્વરૂપ છે. પંચભૂત-સ્વરૂપિણી માતા, તને હું ફરી ફરી પ્રણામ કરું છું. आ जगत्प्रसवित्रीयम् आद्या शक्तिरिति स्मृता । सा भु वि मातृरूपणे करुणाधनविग्रहा । હે માતા, સૃષ્ટિનું સર્જન કરનારી, જગતને જન્મ દેનારી જે આઘા શકિત પુણારૂપી ધનની જે સાક્ષાત્ પ્રતિમા, કરુણામયી જગદંબા, તે જ તું માતારૂપે પૃથ્વી પર પ્રગટ થઈ છે. શિવાજીના માતા ] ભારતીય નારીનાં વિવિધ સ્વરૂપોમાં ઉત્કૃષ્ટ સ્વરૂપ નરરત્નોનું માતૃત્વ છે. શ્રેષ્ઠ કક્ષાનાં નરરત્નોની જન્મદાત્રી માતા તરીકે સમગ્ર દેશ તથા વિદેશમાં એનું ગૌરવ કરવામાં આવે છે. પ્રાતઃ સ્મરણીય નારીરત્નો વંદનીય છે. નરરત્નો મળે તો રાષ્ટ્રની રક્ષા થાય, રાષ્ટ્ર સમૃદ્ધ થાય, ધર્મક્ષેત્રનો વિકાસ થાય, સંસ્કૃતિરક્ષા સહજ બની રહે. સંતાનનું સંસ્કરણ નારીનું અગત્યનું કર્તવ્ય ગણાય છે. ઉત્કટ સ્નેહભાવથી આપણા ગૃહજીવનને આનંદમય બનાવનાર નારી છે. માતાના વાત્સલ્યભાવનું વર્ણન જગતનો કોઈ લેખક, કવિ કે ચિંતક કરી શકે તેમ નથી. આપણા દેશનાં ઉત્તમ નારીરત્નોમાં અમર બની ગયેલું ધન્ય નારીપાત્ર છે માતા જીજાબાઈ - છત્રપતિ શિવાજીનાં માતા. છત્રપતિ શિવાજીનાં માતા જીજાબાઈ જ્યારે ગર્ભવતી હતાં ત્યારે સ્વામી કોંડદેવને થયું કે - “તેના ગર્ભને આરંભથી જ શૌર્યના - બહાદુરીના, સંયમના અને પવિત્રતાના સંસ્કાર આપવા જોઈએ, જેથી એના જીવનકાળમાં તે શુરવીર, પરાક્રમી અને સંયમી તથા પવિત્ર બની જાય.” ઇતિહાસકારો નોંધે છે કે - ‘દાદાજી કોંડદેવે જીજાબાઈને રામાયણના અરણ્યકાંડનો દરરોજ પાઠ કરવા આપ્યો હતો. માતા જીજાબાઈને આ પાઠમાં અતૂટ શ્રદ્ધા થઈ. શિવાજીનો જન્મ થયા પછી તે આઠ વર્ષની વયના થયા, ત્યાં સુધી દરરોજ માતાએ - દીકરાને અરણ્યકાંડનો પાઠ કરાવ્યો છે. પરિણામે શૌર્યના દઢ સંસ્કાર શિવાજીમાં પડ્યા અને તે ઔરંગઝેબનાં રાજ્યો પર ચઢાઈ કરે છે અને એને ઘોર પરાજય આપે છે. મુસ્લિમોને ભગાડી મૂકવાની યોજનામાં સ્વામી કોંડદેવ, જીજાબાઈ અને શિવાજી - ત્રણ પાત્રો ખૂબ મહત્ત્વનાં બની ગયાં. ‘શિવાજી ન હોત તો સુત હોત સબકી’ એવી ઉક્તિ પ્રચલિત છે, તેમાં ઘણું સત્ય સમાયેલું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ‘શિવાજીનું હાલરડું” આ સંદર્ભમાં યાદ રાખવા જેવું છે. igscfhe isnછળ જાજા પ૧] LIVRALLAC LIESIS પ૦ જગ જનની R i gsacrisks bus )P
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy