________________
શ્રેણિક રાજાની રાણીઓ : રાગને વૈરાગ્યમાં બદલ્યા.
અંતગડ સૂત્ર : રાજા શ્રેણિકની દશ રાણીઓ તે દશેય રાણીના પુત્રો ચેડા રાજા સામે યુદ્ધ કરવા ગયા છે, તેથી આ રાણીઓ પ્રભુ મહાવીરસ્વામી પાસે જઈ તે બધા હેમખેમ પાછા આવશે કે કેમ તે પૂછતા - પ્રભુએ કહ્યું કે - “તે પાછા નહિ ફરે.” આ જાણી સંસારમાં રહેવાને બદલે, વૈરાગ્ય પામીને પ્રભુ પાસે દીક્ષા લે છે. દીર્ઘ તપની આરાધના કરી સંથારો કરી, મોક્ષ મેળવે છે. ધન્ય છે એ માતાને જેણે પુત્ર રાગને વૈરાગ્યમાં બદલી જીવન ઉજાળ્યું.
ધન્ય છે એ માતાને જેણે પુત્ર માટે આર્તધ્યાન કરવાને બદલે ધર્મધ્યાનમાં દીર્ઘ તપનો આશરો લઈ મુક્તિમાર્ગે પ્રયાણ કર્યું.
[ ચુલની પિતા |
ગૌતમસ્વામીએ જૈન સાધુ અને ભિક્ષાચરીની વિગત સરળતાથી સમજાવી. આ વાત જાણી, અતિમુક્તકુમારે ગૌતમસ્વામીની આંગળી પકડી લીધી અને ગોચરી માટે પોતાના રાજમહેલમાં લઈ ગયા.
માતા શ્રીદેવીએ ખૂબ આનંદથી, પ્રસન્ન હૃદયે ગોચરી વહોરાવી. ગોચરી પર્યાપ્ત સમજીને ગૌતમસ્વામી પાછા ફર્યા.
ગૌતમસ્વામી મહેલની બહાર નીકળ્યા ત્યારે અતિમુક્ત તેઓને વળાવવા સાથે આવ્યો અને ગૌતમસ્વામીને પૂછ્યું : “હે ભગવાન, આપનું નિવાસસ્થાન ક્યાં છે ?”
તેઓ જવાબ આપે છે : “મારા ધર્મગુરુ, શ્રમણ ભગવાન મહાવીર, નગરની બહાર શ્રાવન ઉદ્યાનમાં બિરાજમાન છે, અમે ત્યાં રહીએ છીએ.
આ જાણીને અતિમુક્તકુમારે, ગૌતમસ્વામીને કહ્યું : “હું પણ આપની સાથે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા આવું છું.” કુમાર ધર્મદેશના સાંભળે છે અને વિનય સહિત કહે છે : “હું મારાં માતાપિતાની આજ્ઞા લઈ આપ પાસે દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.”
અતિમુક્તકુમાર પોતાનાં માતા-પિતા પાસે ગયા અને તેઓને કહ્યું : “ભગવાન મહાવીરના ધર્મનું મેં શ્રવણ કર્યું અને આપની આજ્ઞા મેળવી દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.”
પુત્રની આ વાત જાણીને માતાને પારાવાર દુઃખ થાય છે. માતા-પિતા બંને, તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેઓ કહે છે : “ધર્મ(દીક્ષા)ની વાતોને તું શું જાણે ?” - અતિમુક્તકુમાર જવાબ આપે છે : “હે માતા-પિતા ! હું જે જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે જાણું છું.”
માતા-પિતાને કશું સમજાતું નથી, તેથી કહે છે કે - “તારા આ વિચારની કશી જ સમજણ પડતી નથી, બેટા, સ્પષ્ટ-સરળ અર્થ સમજાવ.” - કુમાર સ્પષ્ટતા કરતાં કહે છે કે - “જે જન્મ લે છે તે અવશ્ય મૃત્યુ પામે છે એ હું જાણું છું. પણ એ નથી જાણતો કે ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલા દિવસ પછી મૃત્યુ થશે. મારું મૃત્યુ ક્યારે થશે અને હું ક્યાં જઈશ. એ અજ્ઞાનને જ્ઞાનમાં લાવવા હું સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું.” - મમતામયી માતા રાણી શ્રીદેવી પોતાના એક પુત્ર લાડલા દીકરાને સંયમ ન લેવા અનેક યુક્તિ-પ્રયુક્તિથી સમજાવે છે, અપાર દુઃખ અનુભવે છે અને કુમારની અડગના જાણી - સંસારના નાશવંત સુખને બદલે પુત્રના શાશ્વત સુખ માટે આજ્ઞા આપે છે. માતાની મમતાનું મંગલરૂપ આલેખન પામ્યું છે. | ૪૪ vy LILIPALATALIA CALCI ::
gsche bime]
ઉપાસક દશાંગ સૂત્ર : પ્રભુ મહાવીરના સમયે વારાણસી નગરીમાં ચુલની પિતા નામના પુણ્યવાન ગાથાપતિ, શ્યામા નામની ધર્મપત્ની સાથે આદર્શ ગૃહસ્થજીવન જીવી રહ્યા હતા - અઢળક સંપત્તિના સ્વામી હતા. તેમના સમયના અત્યંત વૈભવશાળી શ્રાવક હતા.
ભગવાન મહાવીર વિહાર કરતા કરતા વારાણસી નગરીમાં પધાર્યા ત્યારે ચુલનીપિતાએ ભગવાનની ધર્મદેશના સાંભળી અને આચારમાં ઉતારી - શ્રાવકધર્મ સ્વીકાર્યો.
એક દિવસે પૌષધવ્રત સ્વીકારીને તેઓ પૌષધશાળામાં ઉપાસનામાં તલ્લીન હતા. રાત્રિના પૂર્વ ભાગમાં, ઉપસર્ગ કરવા માટે એક દેવ પ્રગટ થયો. તેણે ચલનીપિતાને કહ્યું : “તમે વ્રતને છોડી દો, નહિ તો હું તમારા મોટા દીકરાને ઘેરથી ઉપાડી ભાગીશ અને તમારી સામે તેને કાપી, ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીની ભરેલી કડાઈમાં તેને નાંખીશ. તમારા દીકરાનું ઉકાળેલું માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ.” આ સાંભળીને ચુલનીપિતા જરા પણ વિચલિત ન થયા. પોતાની ઉપાસનામાં લીન રહ્યા. દેવનો ક્રોધ વધી ગયો અને માયાથી તેણે કહ્યું હતું તે મુજબ કર્યું. પરંતુ ચુલની પિતા ધર્મભાવમાં અચળ રહ્યા.
દેવ વધુ વિકરાળ બન્યો અને તેણે ચુલની પિતાને ધમકી આપી કે - “મેં જેવું તમારા મોટા દીકરા સાથે કર્યું છે તેવું તમારા વચલા દીકરા સાથે [ igschhe stછાણ દ
ર
૪૫ ]