________________
૧૧૦
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૧૧
૩૫. વંશ : મુનિસુવ્રતસ્વામી અને નેમનાથ આ બે હરિવંશમાં ઉત્પન્ન થયા. શેષ બાવીશ ઇત્ત્વાકુવંશમાં ઉત્પન્ન થયા. ૩૬. માતા-પિતાની ગતિ :
કહષભદેવથી ચંદ્રપ્રભુસ્વામી તે આઠ તીર્થકરોની માતાઓ મોક્ષે ગયા. નવથી સોળ એ આઠ તીર્થંકરની માતાઓ ત્રીજા ૨૪ દેવલોકે ગયા અને ૧૭ થી ૨૪ એ આઠ તીર્થકરોની માતાઓ
' તીર્થકર ચોથા દેવલોકમાં ગયા છે.
કહષભદેવના પિતા નાગકુમાર દેવ થયા. ૨ થી ૮ તે સાત તીર્થકરોના પિતા બીજા દેવલોકે, ૯ થી ૧૬ એ આઠ 4th તીર્થકરોના પિતા ત્રીજા દેવલોકે અને ૧૭ થી ૨૪ એ આઠ Proof તીર્થકરોના પિતા ચોથા દેવલોકે ગયા છે.
ઉત્તરાધ્યયન દીપિકામાં અજિતનાથના પિતા મોક્ષે ગયા છે તેમ દર્શાવ્યું છે તથા આચારંગસૂત્રમાં વીર પ્રભુના માતાપિતા બારમા દેવલોકે ગયાનો ઉલ્લેખ છે. (વીરપ્રભુના માતાપિતા દેવાનંદા અને કહષભદત્ત મોક્ષે ગયા છે.).
૩૭. વર્ણ : પદ્મપ્રભુ અને વાસુપૂજ્ય સ્વામી આ બે રકતવર્ણ, ચન્દ્રપ્રભુ અને સુવિધિનાથ આ બે શ્વેતવર્ણ, મલ્લિનાથ અને પાર્શ્વનાથ આ બે નીલવર્સી, મુનિસુવ્રત સ્વામી અને નેમનાથ આ બે શ્યામવર્ણી હતા. શેષ ૧૬ તીર્થંકરો સુવર્ણવર્ણ હતા.
૩૮. આહાર : બાલ્યકાળમાં સર્વે પ્રભુ (અંગૂઠા વડે) અમૃતભોઇ, વ્રત લીધા બાદ સર્વે પ્રભુ શુદ્ધ આહાર ભોજી હતા.
ગૃહસ્થપણામાં ઋષભદેવસ્વામી કલ્પવૃક્ષના ફળનાં ભોગી અને બીજા બધા તીર્થંકર અન્નભોજી હતા. ૩૯. અચ્છેરા:
આ અવસર્પિણીકાળમાં દશ આશ્ચર્યકારી ઘટનાઓ બની. તે પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના સમયમાં પાંચ આશ્ચર્યકારી ઘટના બની. ૧. ગર્ભનું સંહરણ થયું. ૨. કેવળજ્ઞાન બાદ પ્રભુને ગોશાળાનો ઉપસર્ગ આવ્યો. ૩. અભાવિત પરિષદ (પ્રથમ દેશના નિષ્ફળ ગઈ.) ૪. ચમરેન્દ્રનો ઉત્પાત. ૫. સૂર્ય-ચન્દ્રનું મૂળ રૂપે આગમન. ૬. વાસુદેવ- વાસુદેવનું શંખ દ્વારા મિલન થયું. શ્રી નેમીનાથ ભગવાનના સમયમાં આ ઘટના બની.
૭. તીર્થકરનો સ્ત્રીપણે જન્મ. શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રીપણે થયા તે આશ્ચર્યકારી ઘટના બની. ૮. યુગલિકનું નરકે જવું. શ્રી શીતળનાથ સ્વામીના સમયમાં